________________
અંતરમાં “હાશ'ની અનુભૂતિ ખરી?
દર્દની ઉપસ્થિતિમાં મને ડૉક્ટર મળી જાય ત્યારે તો હાશ થાય જ છે, દવા મળી જાય ત્યારે તો પ્રસન્નતા હું અનુભવું જ છું પરંતુ ‘દવાખાના’નું બોર્ડ વંચાતાં ય મારા ચહેરા પર ચમક આવી જાય છે. મને આશા બંધાય છે કે “ચાલો, દર્દમાં હવે તો રાહત થશે જ.' જવાબ આપો. રસ્તા પરથી પસાર થતાં મંદિરના શિખર પર ફરકી રહેલ ધજા જોતાં આવી જ કંઈક હળવાશની અનુભૂતિ આપણને થાય છે ખરી કે “હાશ, વાસનાની સતામણીમાં હવે કંઈકતો રાહત થશે જ.” સામાયિકનું કટાસણું દેખાતાં જ અંતરમાં આપણને હાશ થાય છે ખરી કે
ચાલો, ક્રોધના આવેગમાં હવે કંઈક તો કડાકો બોલાશે જ.” દવાખાનાનું બોર્ડ પણ મનને જો હળવું ફૂલ બનાવી શકતું હોય તો પછી
મંદિર પરની ધજા અને સામાયિકનું કટાસણું, હળવાશથી અનુભૂતિ કેમ ન કરાવે?