________________
નજર : લક્ષણ તરફ કે કારણ તરફ ?
પરીક્ષાનું પરિણામ ખરાબ આવ્યું અને વિદ્યાર્થીએ અકળાઈ જઈને પરિણામનો એ કાગળ બાળી નાખ્યો..! બગલમાં મૂકેલ થરમૉમિટરમાં ૧૦૫ ડિગ્રી તાવ આવ્યો અને ચીડાઈ ગયેલા દર્દીએ એ થરમૉમિટરને ફોડી નાખ્યું !
ટી.વી.ના પડદા પર દેખાઈ રહેલ મેચ ભારત હારી ગયું અને આવેશમાં આવી ગયેલ દર્શકે ટી.વી. તોડી નાખ્યું !
જવાબ આપો.
જ્યારે જ્યારે પણ જીવનમાં કષ્ટ-અગવડ-દુઃખ-પ્રતિકૂળતા આવ્યા છે ત્યારે ત્યારે આપણે એ દુઃખો પર જ તૂટી પડ્યા છીએ કે એ દુ:ખોને જન્મ આપી ચૂકેલાં કારણોપર? લક્ષણ તરફ જ આપણી લાલ આંખ રહી છે કે કારણ તરફ આપણી લાલ આંખ રહી છે? દુઃખમુક્તિ માટે જ આપણે ધમપછાડા કરતા રહ્યા છીએ કે પાપમુક્તિ માટે આપણે પ્રયત્નશીલ બની ગયા છીએ?
આપણાં ભાવિનો નિર્ણય આપણા વર્તમાન અભિગમના આધારે જ થવાનો છે એ આપણે સતત યાદ રાખવા જેવું છે.