________________
શ્રી અરિહંતનો મહિમા
તેના મોહને નબળો પાડ્યા કરે છે. આમ સ્વાભાવિકપણે જ કલ્યાણભાવના આધારથી પ્રભુનો જીવ વિકાસ કરતાં ચારે ઘાતકર્મોનો ક્ષયોપશમ વધારતો જાય છે. જેનાં ફળરૂપે તેમનો કલ્યાણભાવ વધતો જાય છે અને તેમનાં ઘાતકર્મો નબળાં પડતાં જાય છે. આમ સંસારનું ચાલતું વિષચક્ર તીર્થકર પ્રભુના જીવ થકી કલ્યાણચક્રમાં પલટાતું જાય છે. પરિણામે તેમના આત્મામાં બીજા જીવ કરતાં વિશેષતાએ આત્મવીર્ય પ્રગટતું જાય છે, જેનો ઉપયોગ તેઓ કલ્યાણભાવ ફેલાવવામાં કરતા રહે છે.
પોતાનાં વીર્ય અને ભાવની ઉજમાળતાને કારણે આગળ વધી ક્ષાયિક સમકિત લેતી વખતે પણ તે જીવને અન્ય જીવો કરતાં અલ્પ પુરુષાર્થ અને અલ્પ અવલંબનની જરૂરત રહે છે, કારણ કે તેમને તેને માટે જરૂરી અવસ્થા સહજપણે પ્રાપ્ત થતી આવે છે. તેમના આત્મવિકાસનાં આ પગથિયે તીર્થંકર પ્રભુના જીવમાં ‘જગતના જીવો કલ્યાણ પામો' એ ભાવ વિશેષતાએ બળવાન થાય છે, એટલે કે તીર્થસ્થાનનું સ્વરૂપ એમના આત્મામાં વિશેષ સ્થિરભાવ કરે છે. પરિણામે તેમનામાં ક્ષાયિક સમકિત ઉત્પન્ન થવાથી તેમનાં વીર્યનું સ્કૂરણ અને જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ ઘણા બળવાનપણા સાથે પ્રગટ થાય છે. મિથ્યાત્વ તથા અનંતાનુબંધી ચોકડીનો ક્ષય થવાથી જ્ઞાન તથા દર્શનનો ઉઘાડ ખૂબ ઝડપથી થતો જાય છે; એનાથી તેમનું સ્વ સાથેનું જોડાણ તથા તાદાભ્યપણું ઘણું વધતું જાય છે. જેથી તેમનો આત્મા વિશેષ અંતર્મુખ બને છે. સામાન્ય જીવોના પ્રસંગમાં થાય તેનાં કરતાં ચારે ઘાતકર્મોનો ક્ષય વિશેષતાએ શ્રી પ્રભુનો જીવ ક્ષાયિક સમકિત લેતી વખતે કરે છે. એ વખતે તેમની છૂટવાની અને છોડાવવાની તમન્ના ઘણી વધી જાય છે, પરિણામે કર્મોનો ક્ષય કરી, માર્ગની ઊંડી જાણકારી મેળવવાનો તેમનો પુરુષાર્થ બળવાનપણું ધારણ કરે છે. સાથે સાથે સંસારસુખ ભોગવવાની તેમની સ્પૃહા દિનપ્રતિદિન ઘટતી જાય છે, આત્મશુદ્ધિ અને આત્મશાંતિ મેળવવારૂપ આત્મખોજનો પુરુષાર્થ અગ્રતાક્રમે આવતો જાય છે, અને તેમનાં મન, વચન તથા કાયા પ્રભુની આજ્ઞામાં રહેવા તલપાપડ થતાં જાય છે. આવી ઝંખના અને પુરુષાર્થનાં ફળરૂપે તેમનો સ્વછંદ મુખ્યતાએ તૂટી જાય છે. અને તેમનાં મન, વચન તથા કાયાની અર્થાત્ સર્વસ્વની સોંપણી શ્રી પ્રભુને થાય છે. જેમ