________________
કેવળી પ્રભુનો સાથ
સહિતના ૩૪ અતિશયો સહિત મહામંગળમય એવા સમવસરણની રચના કરે છે. આ સમવસરણમાં ચતુર્વિધ સંઘ પ્રભુની દેશના સાંભળી આત્મમાર્ગે વિકાસ કરે છે.
સમવાય - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ પાંચ સમવાય કહેવાય છે. એ પાંચે એકબીજાને સાનુકૂળ બને ત્યારે જ કર્મોદય થાય છે કે કોઈ કાર્ય થઈ શકે છે.
સમાધિ - આત્મપરિણામની સ્વસ્થતા તે સમાધિ. સમાધિમૃત્યુ દેહભાવથી અલિપ્ત બની, આત્મભાવમાં રહી દેહત્યાગ કરવો તે.
સમિતિ - પ્રમાદ છોડી યત્નાપૂર્વક પ્રવર્તવું તે સમિતિ. સમિતિ પાંચ પ્રકારે છે. ઈર્યા, ભાષા, એષણા, આદાન નિક્ષેપણ, પ્રતિષ્ઠાપન(પ્રતિસ્થાપના). સમુદ્ભાત - વિશેષ કર્મોની નિર્જરા કરવા જીવ આત્મપ્રદેશોને શરીરની બહાર પ્રવર્તાવી, પ્રદેશોદયથી કર્મને ખેરવે તે સમુદ્દાત કહેવાય છે. સમુદ્દાત આઠ પ્રકારના છે. તેમાં કેવળીપ્રભુ ચૌદમા ગુણસ્થાને જતા પહેલા ચારે અઘાતી કર્મોની સ્થિતિ સમ કરવા પોતાના આત્મપ્રદેશોને આખા લોકમાં ફેલાવી, વધારાનાં સર્વ કર્મોને પ્રદેશોદયથી ભોગવી ખેરવી નાખે છે તે કેવળી સમુદ્દાત છે. અન્ય સમુદ્દાતોમાં મરણ સમુદ્ધાત, વેદના સમુદ્દાત આદિ આવે છે.
સમ્યક્દર્શન/સમ્યક્ત્વ દર્શન એટલે શ્રદ્ધાન. સમ્યક્દર્શન એટલે દેહ, ઇન્દ્રિયાદિ સર્વ પદાર્થોથી આત્મા ભિન્ન છે, જુદો છે તેવું દૃઢ, અનુભવસહિતનું શ્રદ્ધાન.
-
૪૫૮
સમ્યક્ત્વ મોહનીય સમ્યક્ત્વ મોહનીય એ દર્શનમોહનો સહુથી નબળો પ્રકાર છે. એના ઉદયમાં જીવને દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રનું શ્રદ્ધાન વર્તે છે, સાથે સાથે દેહથી ભિન્ન એવા આત્માનો અનુભવ પણ અમુક અમુક કાળના અંતરે થયા કરે છે. તે કર્મથી સમ્યક્ત્વ હણાતું નથી પણ દુષિત થાય છે.
સભ્યશ્ચારિત્ર જે પ્રકારે જીવને આત્માની પ્રતીતિ આવી, આત્માને સર્વથી ભિન્ન અને અસંગ જાણ્યો, એવો જ સ્થિર સ્વભાવરૂપ જ્યારે જીવ થાય છે ત્યારે તે સમ્યક્ચારિત્ર આરાધે છે.
સભ્યજ્ઞાન - દેહ, ઇન્દ્રિય આદિ સર્વ પદાર્થોથી આત્મા જુદો છે એવી, ચલિત ન થાય તેવી આત્માની અનુભૂતિ સાથેની સ્વરૂપની જાણકારી અથવા તો સમજણ તે સમ્યજ્ઞાન છે.
સરળતા - જે યોગ્ય હોય તેને સહેલાઈથી સ્વીકારી લેવું, ખોટી આનાકાની કરવી નહિ તે. સર્વસંગ પરિત્યાગ - આત્માનાં કલ્યાણાર્થે સમગ્ર સંસારનો ત્યાગ કરવો અર્થાત્ મુનિવેશ ધારણ કરવો તે સર્વસંગ પરિત્યાગ.
સહજસ્વરૂપ - આત્માનું મૂળ શુદ્ધ રૂપ.
સ્તુતિ - પ્રશંસા કરવી, સદ્ગુણો અને ઉપકાર યાદ કરી ગુણગાન કરવા.
સ્થાવર(કાય) - સ્થાવર એટલે સ્થિર. જેની કાયા સ્થિરતાવાળી હોય તે સ્થાવરકાય. પાંચ પ્રકારના એકેંદ્રિય જીવો પોતાની કાયા જાતે હલાવી શકતા નથી તેથી તે સ્થાવરકાય કહેવાય છે.