________________
સ્વચ્છંદ - ઉત્તમ પુરુષનું માર્ગદર્શન મેળવ્યા વિના, પોતાની વૃત્તિ અને ઇચ્છાનુસાર ગમે તે પ્રકારે, અહિતકારી વર્તન કરવું તે સ્વચ્છંદ છે.
સ્વયંબુદ્ધ - અન્યની ઓછામાં ઓછી સહાય લઈને આત્મવિકાસ કરનાર.
સ્યાદવાદશૈલી - દરેક વસ્તુને વિવિધ અપેક્ષાથી સમજી, વિચારી, પ્રત્યેક અપેક્ષાનો લક્ષ સાચવી વર્તના કરવી. આ અનેકાંતવાદ પણ કહેવાય છે.
સ્વરૂપસિદ્ધિ - પોતાનાં મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવું. સ્વરૂપસ્થિતિ પોતાનાં સ્વરૂપમાં સ્થિર થવું, એકાગ્ર બનવું.
સ્વાધ્યાય તપ - સ્વાધ્યાય એટલે પોતા સંબંધી જ્ઞાન મેળવવું. તેના પાંચ ભેદ છે - વાંચવું, પૂછવું, અનુપ્રેક્ષા કરવી, આમ્નાય અને ધર્મોપદેશ. સાગરોપમ - એક જોજન વ્યાસવાળો અને એક
જોજન ઊંડો ખાડો ખોદવામાં આવે, અને તે ખાડો તાજા જન્મેલાં ઘેટાંના બચ્ચાનાં સૂક્ષ્મવાળથી ખીચોખીચ ભરવામાં આવે, તે પછી પ્રત્યેક સો વરસે એક વાળ કાઢતા રહેવાથી એ ખાડો સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે તેમાં જે સમય જાય તેને પલ્યોપમ કાળ કહે છે. અસંખ્ય પલ્યોપમ વીતવાથી એક સાગરોપમ થાય છે.
સાતમું અપ્રમત્તસંયત ગુણસ્થાન - મન, વચન તથા કાયાના યોગને સતત આજ્ઞાધીન રાખે તે કાળની અપ્રમાદી સ્થિતિ.
સાધુ સાધ્વીજી સર્વ જીવનું કલ્યાણ ઇચ્છતા, ગુરુજનોની આજ્ઞાએ ચાલતા મુનિ જનો.
-
સામાયિક - સમ + આય + ઇક. ઓછામાં ઓછું બે ઘડી એટલે ૪૮ મિનિટ સુધી આત્માને સ્થિર પરિણામી કરવો એ સામાયિક.
પરિશિષ્ટ ૧
સ્થિતિકરણ - આ સમકિતનું છઠ્ઠું અંગ(ગુણ) છે. સ્થિતિકરણ એટલે માર્ગથી ચલિત થયેલા જીવને માર્ગમાં ફરીથી સ્થિર કરવો.
૪૫૯
સ્થિતિઘાત – જેટલા કાળનું કર્મ બાંધ્યું હોય તે કાળની સ્થિતિ પુરુષાર્થ કરી ઘટાડવી તે સ્થિતિઘાત. સ્થિતપ્રજ્ઞતા – મનુષ્ય મનમાં રહેલી સર્વ વાસનાઓને છોડી દે, અને અંતરાત્મામાં જ સંતુષ્ટ રહી આત્મસ્થિરતા રાખે તે દશા તે સ્થિતપ્રજ્ઞતા.
સિદ્ધભૂમિ જ્યાં અશરીરી અર્થાત્ સંસાર પરિભ્રમણથી મુક્ત થઈ નિર્વાણ પામેલા આત્માઓ વસે છે તે ભૂમિને સિદ્ધભૂમિ કહે છે. સિદ્ધ ભગવાન/સિદ્ધાત્મા - જે આત્મા કેવળજ્ઞાન
લીધા પછી, બાકીનાં ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી, પૂર્ણ વિશુધ્ધ થઈ સિદ્ધભૂમિમાં ચેતનઘન સ્વરૂપે સ્થિર થયા છે તે સિધ્ધ ભગવાન કહેવાય છે.
સુખબુદ્ધિ સુખબુદ્ધિ એટલે ક્ષણિક પદાર્થોની આસક્તિ. આત્મા સિવાયના સર્વ પ્રકારના પદાર્થો મેળવવામાં તથા ભોગવવામાં સુખ રહેલું છે એવી માન્યતા ને સુખબુદ્ધિ કહેવાય છે. સુધારસ - સુધારસ એ મુખમાં ઝરતો એક પ્રકારનો મીઠો રસ છે, તે આત્મસ્થિરતાનું સાધન ગણાય છે.
-
સૂક્ષ્મ જીવ - જે એકેંદ્રિય જીવોનું શરીર અત્યંત સૂક્ષ્મ એટલે કે આંખોથી જોઈ ન શકાય તેવું