________________
કેવળી પ્રભુનો સાથ
વચમાં વચમાં તે એક સમય માટે મન,વચન કે કાયાના યોગ સાથે જોડાય છે અને તે સમયે તેમને બળવાન શાતાવેદનીય કર્મનો આશ્રવ થાય છે, જે તે પછીના સમયમાં જ ભોગવાઈને ખરી જાય છે. જે સમયે શ્રી પ્રભુને આશ્રવ થાય છે તે સમયે દેશનામાં કલ્યાણનાં પરમાણુઓ છોડવામાં થોડી મંદતા આવે છે. પરંતુ તે મંદતા પર્ષદામાં રહેલા કેવળીપ્રભુના સાથથી તૂટી જાય છે. જે સમયે શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા યોગ સાથે જોડાય તે જ સમયે અન્ય સર્વ કેવળીપ્રભુના આત્મા પણ યોગ સાથે જોડાય એવું બનતું નથી. તેથી શ્રી કેવળીપ્રભુના આત્મા ૫૨ એકત્રિત થયેલો કલ્યાણભાવ વેગથી શ્રી તીર્થંકર પ્રભુના કલ્યાણભાવ સાથે જોડાઈ જાય છે. અને તેથી દેશનાની પવિત્રતા કે ઉત્તમતામાં અંશ પણ ખામી આવતી નથી. શ્રી પંચપરમેષ્ટિનો સાથ એકબીજાને કેવી રીતે મળતો રહે છે તેનું આ એક સુંદર ઉદાહરણ કહી શકાય. આ સમયે શ્રી તીર્થંકરપ્રભુ ‘આણાએ તવો' માં પ્રવર્તે છે, અને શ્રી કેવળી પ્રભુ ‘આણાએ ધમ્મો’ માં પ્રવર્તી પોતાની પૂર્વમાં સેવેલી કલ્યાણભાવનાને કાર્યકારી કરે છે. આ જ રીતે શ્રી કેવળી ભગવાન આજ્ઞા અનુસાર ચૌદમું ગુણસ્થાન મેળવી, બાકીનાં ચાર અઘાતી કર્મોનો પૂર્ણતાએ ક્ષય કરી સિદ્ધભૂમિમાં વિરાજે છે. આ પર વિચારણા કરવાથી તેનું સાર્થકપણું સમજાશે.
આ પ્રકારની સમજણ મેળવ્યા પછી આજ્ઞા આરાધનરૂપ કલ્યાણ માટેના ટૂંકામાં ટૂંકા માર્ગે જવાની ઇચ્છા રાખનાર જીવ આ પ્રકારના ભાવનું વેદન સામાન્યપણે કરતો હોય છે,
—
“અનાદિકાળથી ચાલ્યા આવતાં રાગદ્વેષ, મોહ તથા મિથ્યાત્વની ગાંઠોમાં સપડાઈને જીવ સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે. અને અનંત પ્રકારનાં દુઃખ તથા પીડાનો અનુભવ કરતો રહે છે. આવા ક્લેશમય અને અશાંતિથી ભરેલા આ સંસારમાં શ્રી સત્પુરુષની નિષ્કારણ કરુણાના બળવાન યોગથી તે જીવ એકેંદ્રિયથી શરૂ કરી સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યપણા સુધીનો વિકાસ કરે છે. ત્યારે એ જ સત્પુરુષ મનુષ્યને ધર્મનો માર્ગ બતાવી, નિજાત્માને શુધ્ધ કરવાની પ્રક્રિયા પણ એવી જ નિષ્કારણ કરુણાથી બતાવે છે. તેથી
૩૯૪