Book Title: Kevali Prabhuno Sath Volume 03
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 462
________________ કેવળી પ્રભુનો સાથ ઉપાધિયોગ - સંસારમાં ચિંતા કરવી પડે તે પ્રકારનાં કર્મોના ઉદયને વેદવા પડે તે. ઉપાધ્યાયજી - ઉત્તમ આચાર્યના પગલે ચાલી, તેમની પાસેથી સ્વાર કલ્યાણના માર્ગનો ઉત્સાહથી ફેલાવો કરવાની પ્રેરણા લઈ સહુને માર્ગદર્શનરૂપ શિક્ષણ આપનાર ઉપાધ્યાયજી કહેવાય છે. ઉપેક્ષા ભાવના - નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા. એકેંદ્રિય - માત્ર સ્પર્શેદ્રિય ધરાવનાર જીવ એકેંદ્રિય કહેવાય છે. આવા જીવને ચાર પ્રાણ હોય છે. કાર્યબળ, સ્પર્શેન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ. એકત્વભાવના - મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે. અને એકલો જવાનો છે. આમ અંત:કરણથી ચિંતવવું તે એકત્વભાવના. એષણા સમિતિ – આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરવાનો ઉદય આવે તો યત્નાપૂર્વક મમત્વરહિત બની તેને ગ્રહણ કરે. તેમ કરતાં, વાપરતાં એવી સાચવણી કરે કે કીડી, કંથવા આદિ જીવો પણ તેમના થકી દૂભાય નહિ. અંતમુહૂર્ત - આઠ સમયથી વધારે અને ૪૮ મિનિટથી ઓછા કાળને અંતમુહૂર્ત કાળ કહે છે. અંતરાય - કોઈપણ પ્રકારનું સુખ મેળવવાની ઇચ્છા પૂર્ણ થવામાં નડતા વિપ્નો તે અંતરાય. અંતરાય કર્મ - જે કર્મ આત્માનાં વીર્યબળને - શક્તિને રોકે કે અવરોધે છે તે અંતરાય કર્મ છે. આ કર્મનાં જોરથી જીવનું વીર્ય નબળું થઈ જાય છે, પુરુષાર્થ કરવાની શક્તિ તેનામાં યોગ્ય રૂપે રહી શકતી નથી. અંતર્મુખ - સ્વ સાથેનું અંતરંગમાં આત્માનું જોડાણ તથા તાદાભ્યપણું. અંતવૃત્તિસ્પર્શ – શ્રી તીર્થંકર પ્રભુનાં સાનિધ્યમાં એક સમય માટે જીવ દેહથી ભિન્નપણાનો અનુભવ કરે છે, એટલે કે એક સમય માટે તે જીવ મિથ્યાત્વના ઉદયને તથા બંધને ટાળે છે. આ એક સમયના સ્વાત્માના એકરૂપપણાના અનુભવને અંતવૃત્તિસ્પર્શ કહેવામાં આવે છે. કર્તાભાવ/કર્તાપણું - જીવનાં જીવનમાં જે કાંઈ થાય છે તે હું કરું છું કે મારાથી થાય છે એવા ભાવ સહિતના વર્તનને કર્તાભાવ કહે છે. કર્મ - કર્મ એ સૂમ પુદ્ગલ વર્ગણા છે. આવી સૂમ પુગલ વર્ગણાથી આખો લોક ભરેલો છે. સકર્મ આત્મા અર્થાત્ જીવ જ્યારે ભાવ કે ક્રિયા કરે છે ત્યારે કર્મવર્ગણાનો આત્મા સાથે સંબંધ થઈ જાય છે. આ વર્ગણામાં ઘણી શક્તિ હોવાને કારણે જ્યાં સુધી તેનું ફળ આત્માને આપે નહિ ત્યાં સુધી તે ખરી જતી નથી. કર્મ અનુભાગ/રસ - રસ એટલે જે કર્મ ગ્રહણ થયું છે તેનો પરિપાક થતાં તેની તીવ્રતા કે મંદતા કેટલા પ્રમાણમાં હશે તેનું માપ. ફળ આપતી વખતે તે કર્મ આકરાં, સાદાં કે મધ્યમ પરિણામ આપે તે રસબંધ. રસબંધને “અનુભાગ' પણ કહેવામાં આવે છે. કર્મ ઉદય - બાંધેલા કર્મો અમુક કાળ વીત્યા પછી ભોગવવા માટે ઉદયમાં આવે છે. સંસારી ४३६

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511