Book Title: Kevali Prabhuno Sath Volume 03
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 465
________________ તેને પલ્યોપમ કાળ કહે છે. અસંખ્ય પલ્યોપમ વીતવાથી એક સાગરોપમ થાય છે. ક્રોધ કષાય - ક્રોધ એટલે અન્ય પદાર્થ કે જીવ પ્રતિ જે અણગમાની લાગણી થાય છે, તેનું વેદન કરવું, તે લાગણી પ્રગટ કરવી, અણગમતી વસ્તુ ન હોય તો સારું એવા ભાવમાં વર્તવું. આ લાગણીમાં આવેશ, તિરસ્કાર, અપમાન આદિ સમાવેશ પામી ક્રોધની લાગણીને તીવ્ર કરે છે. કોમળતા - જીવ જ્યારે પોતાને અન્યથી ઊંચો કે નીચો માનવાને બદલે સમાન આત્મભાવે જોતાં શીખે છે,અને એ દ્વારા પોતાના માનભાવને તોડી, બીજાનાં દુ:ખને જોઈ તે દુઃખથી છૂટે એવો કલ્યાણભાવ સેવે છે તે કોમળતાનો ગુણ દર્શાવે છે. કૃષ્ણ લેશ્યા - આ લેશ્યામાં આત્માનાં પરિણામની સૌથી વિશેષ મલિનતા હોય છે અને તેનાં પરમાણુનો રંગ કોયલના રંગ જેવો હોય છે. કૃષ્ણ લેશ્યાવાળો માણસ પ્રાયે અનંતાનુબંધી કષાયો સહિત, દુરાગ્રહી, દુષ્ટ તથા હિંસક વિચારો કરવાવાળો હોય છે. આ લેશ્યા અતિ અશુભ છે. ગણધરજી - ગણ એટલે શિષ્ય સમૂહ. ગણના ધરનારને ગણધર કહે છે. ગણધર એટલે તીર્થંકર ભગવાનના મૂળ શિષ્ય. તેમની અવસ્થા આચાર્યોમાં ઉત્તમ ગણાય છે. તેઓ યથાર્થતાએ પ્રભુનો બોધ અવધારી ઉત્તમ આજ્ઞાપાલન સાથે મોક્ષમાર્ગ આરાધે છે, તે બોધનો અને માર્ગનો ફેલાવો અન્ય ભવ્ય જીવો સમક્ષ કરે છે અને પરિશિષ્ટ ૧ મુમુક્ષુઓને સાથ આપી મોક્ષમાર્ગમાં આગળ વધારે છે. ગણિતાનુયોગ - જે શાસ્ત્રોમાં લોકનું માપ તથા સ્વર્ગ, નરક આદિની લંબાઈ આદિનું, કર્મના બંધાદિનું વર્ણન ગણિતના આધારથી કરેલું હોય તે. ગ્રંથિભેદ - ગ્રંથિ એટલે મિથ્યાત્વની ગાંઠ અથવા રાગદ્વેષની નિબિડ ગાંઠ. ગ્રંથિભેદ એટલે જડ અને ચેતનનો ભેદ કરી મિથ્યાત્વની ગાંઠને તોડતા જવી, તેની અમુક માત્રાએ ગ્રંથિભેદ થયો કહેવાય છે. ગુણસ્થાન ગુણસ્થાનક - ગુણસ્થાન એટલે ગુણોના સમૂહને રહેવાની જગ્યા. જેટલા પ્રમાણમાં ગુણો ખીલ્યા હોય તેટલી વિશુદ્ધિ દર્શાવવા, આત્માના પૂર્ણ અજ્ઞાનતાથી શરૂ કરી, પૂર્ણ વિશુદ્ધિ સુધીના ચૌદ વિભાગ શ્રી વીતરાગ ભગવાને જણાવ્યા છે. અને તે પ્રત્યેક વિભાગને ગુણસ્થાન એવી સંજ્ઞા આપી છે. આત્મામાં જેટલા વધારે ગુણોની ખીલવણી થાય તેટલા ઊંચા ગુણસ્થાને તે રહ્યો કહેવાય. મોહનીય કર્મની તરતમતાને આધારે જીવમાં ગુણોની ખીલવણી થાય છે, તેથી જેટલા પ્રમાણમાં મોહનીય કર્મનો ક્ષયોપશમ વધારે તેટલું ઉચ્ચ ગુણસ્થાન તેને પ્રાપ્ત થાય. ૪૩૯ ગુણવ્રત - ગુણની વૃદ્ધિ કરનાર જે ત્રણ વ્રત શ્રાવક આરાધેછેતે ગુણવ્રત કહેવાયછે. દિગ્વિરમણ(જુદી જુદી દિશામાં જવાની મર્યાદા), ભોગોપભોગ પરિમાણ(ભોગપભોગના સાધનોના ઉપયોગની મર્યાદા) અને અનર્થદંડ વિરમણ(જરૂર વિના પાપકર્મથી છૂટવું). શરીરાદિની સાચવણી માટે

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511