Book Title: Kevali Prabhuno Sath Volume 03
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 473
________________ પરિશિષ્ટ ૧ પરમાર્થ અંતરાય - આત્માનાં મૂળભૂત જ્ઞાન, દર્શન તથા ચારિત્રને ખીલવા ન દે તે પરમાર્થ અંતરાય. પરમાર્થશુદ્ધિ - આત્મા શુધ્ધ થતો જાય એ પ્રકારે ધર્મનું આરાધન કરતાં રહેવું, અને શુચિ વધારતા જવી તે. પરાભક્તિ - ઉત્તમ ભક્તિ; જ્ઞાનીપુરુષનાં સર્વ ચારિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્મા સાથેનો ઐક્યભાવ અર્થાત્ જીવનું મન, વચન તથા કાયાથી ઉત્તમ આજ્ઞાધીનપણું. પરમેષ્ટિ – જીવ સમસ્તના કલ્યાણ કરવાના ભાવ ઉત્તમતાએ ભાવે તે પરમેષ્ટિ (પરમ ઇષ્ટ) કહેવાય છે. અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુસાધ્વી આ પાંચ ભગવંત પરમ ઇષ્ટ એટલે કલ્યાણ કરનાર હોવાથી પંચપરમેષ્ટિ કહેવાય છે. કહેવાય છે. ઉદા. ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, રોગ વગેરે. પર્વવ્રતી પ્રતિમાધારી - શ્રાવક પૌષધ આદિ વ્રત અહી એક, બે કે અમુક દિવસ માટે મુનિધર્મ પાળે તે. પશ્ચાત્તાપ - જે ભૂલો ભૂતકાળમાં થઈ છે તે બાબતનું દુ:ખ જીવે અંતરંગમાં વેદવું તે પશ્ચાત્તાપ. પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક - મિથ્યા એટલે ખોટું, ખોટાને રહેવાના સ્થાનને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે, આ ગુણસ્થાને જીવને જગતમાં પ્રવર્તતી સત્ય બાબતો વિપરીત રૂપે જણાય છે, અને અસત્યનો સત્યરૂપે સ્વીકાર થાય છે. તે જીવ દેહાદિ પુદ્ગલ પદાર્થોમાં ગાઢપણે સ્વપણાની લાગણી વેદે છે, અને જે પોતાનું છે તેને પરપણે અનુભવે છે. આવી આવી અનેક રીતે જીવ ઘણી ઘણી મિથ્યામાન્યતાઓ બળવાનપણે સ્વીકારી લે છે, અને પરિણામે પોતાના લગભગ બધા જ ગુણો આવરિત કરી નાખે છે. પાપ (તત્ત્વ) - જે કર્મનાં પરમાણુઓ ભોગવટો કરતી વખતે જીવને અશાતારૂપ નીવડે છે તે પરમાણુઓ ગ્રહણ કરવા તે પાપ બતાવે છે. એટલે કે જે પ્રકારના ભાવ કરવાથી અશાતાનો ઉદય વેદવો પડે, તે પ્રકારના ભાવ તથા કાર્ય પાપ તત્ત્વ સૂચવે છે. પાપાનુબંધી - પાપનો અનુબંધ (બંધન) કરાવે તેવી પ્રવૃત્તિ. પાંચમું દેશવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાન - ‘દેશ' એટલે પૂર્ણનો અમુક વિભાગ અને વિરતિ એટલે રતિથી (આસક્તિથી) વિરમવું - પરિગ્રહ - પરપદાર્થોને ગ્રહણ કરવા તે પરિગ્રહ, પરિગ્રહ બે પ્રકારે છે - બાહ્ય અને અત્યંતર. બાહ્ય પરિગ્રહ દશ પ્રકારે છે - ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસ, દાસી, વસ્ત્ર અન વાસણ. અત્યંતર પરિસહ ચૌદ પ્રકારે છે - મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય. પરિગ્રહબુદ્ધિ - સંસારના પદાર્થોનો ભોગવટો કરવામાં મમત્વ કરવું તે પરિઝહબુદ્ધિ. પરિભ્રમણ - સંસારની ચારે ગતિમાં જન્મવું અને મરવું તે પરિભ્રમણ. પરિષહ - કર્મ ખપાવવા તથા માર્ગથી શ્રુત ન થવા માટે જે કંઈ સહન કરવું પડે તે પરિષહ ४४७

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511