Book Title: Kevali Prabhuno Sath Volume 03
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 478
________________ કેવળી પ્રભુનો સાથ મોક્ષમાર્ગ આત્મા પર લાગેલા મેલનો નાશ કરતા જઈ, પૂર્ણતાએ આત્મશુદ્ધિ થતી જાય, તે સમજણનો સ્વીકાર કરતાં જઈ, તેનું પાલન કરતા જવું તે મોક્ષમાર્ગ છે. સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન તે મોક્ષમાર્ગ છે. - મૈત્રીભાવ જગતના સર્વ જીવ સાથે મિત્રતા ઇચ્છવી, નિર્વેરબુદ્ધિ રાખવી, શુભ ભાવ ભાવવા તે મૈત્રીભાવ છે. મંગલ - મંગલ એટલે કલ્યાણકારી. મેં એટલે પાપ અથવા રાગદ્વેષને કારણે નીપજતાં શાતા અને અશાતા. ગલ એટલે ગળનાર. મંગલ એટલે દુઃખ તથા પાપને ગળનાર, દૂર કરનાર. મંત્રસ્મરણ ‘મંત્ર’ એટલે સૂત્રાત્મક વચન, જેમાં ઇચ્છિત સ્થિતિને મેળવવાની ચાવી કોઇકરૂપે ગૂંથાયેલી હોય છે. મુખ્યતાએ જીવની આત્મવિશુદ્ધિ અર્થે અને ક્યારેક દુ:ખક્ષયના આશયથી સૂત્રાત્મક વચનનું રટણ કરવામાં આવે છે તેને મંત્રસ્મરણ કર્યું એમ કહેવામાં આવે છે. યથાખ્યાત ચારિત્ર - જ્યારે મોહનો ઉદય ન હોય ત્યારે યથાખ્યાત ચારિત્ર કહેવાય. યથાપ્રવૃત્તિકરણ - યથાપ્રવૃત્તિકરણ એટલે પ્રત્યેક કર્મ(આઠે કર્મ) ની ઉત્કૃષ્ટ સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમ કાળથી ન્યૂન કરવી. આ સ્થિતિએ જીવ આવે ત્યારે જ તે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં જઈ શકે છે. - - યોગ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એટલે યોગ. આત્માનું આ ત્રણમાંથી જેની સાથે જોડાણ થાય તે તેનો યોગ થયો કહેવાય. યોગીંદ્રસ્વરૂપ – યોગીઓમાં શ્રેષ્ઠ તે યોગીંદ્ર, તેમની ઉચ્ચદશા તે યોગીંદ્રસ્વરૂપ. ૪૫૨ રસઘાત જીવ સત્તામાં રહેલાં કર્મના રસ (અનુભાગ)ને ઘટાડે તે રસઘાત. રસપરિત્યાગ તપ સ્વાદ માટે ભોજનનાં છ રસમાંથી કોઈ એક બે કે છએ રસનો ત્યાગ કરી નિરસ ભોજન કરતાં શીખવું તે રસપરિત્યાગ છે. રત્નત્રય સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણને રત્નત્રય - ત્રણ રત્નો કહે છે. - રિત નોકષાય - મનમાં મજા આવે, પૌદ્ગલિક વસ્તુના સંયોગમાં મનમાં લુબ્ધતા થાય તે રિત નામનો નોકષાય છે. નિમિત્તે કે વગર નિમિત્તે અકારણ સાંસારિક મજા આવે તે રતિનો પ્રકાર છે. રાગ - રાગ એ માયા તથા લોભનું મિશ્રણ છે. જીવને કેટલાક સંસારી પદાર્થો માટે કે અન્ય જીવ માટે મારાપણાનો ભાવ થાય છે, તે પદાર્થ કે વ્યક્તિના સંયોગમાં તેને શાતાનું વેદન થાય છે, વિયોગમાં અશાતા વેદાય છે; વળી જેવી લાગણીનું વેદન પોતે કરે છે તેવી જ લાગણી સામો જીવ પણ વેદે એવા પ્રતિભાવની અપેક્ષા પણ તેને રહે છે, તે જીવ પ્રતિ મારો અમુક હકભાવ યોગ્ય છે; આવી આવી લાગણી, જેમાં બદલાની તેને અપેક્ષા રહે છે તેને શ્રી પ્રભુ રાગભાવ તરીકે ઓળખાવે છે. રુચક પ્રદેશ આત્માના આઠ નિરાવરણ શુદ્ધ પ્રદેશોને રુચક પ્રદેશ કહેવાય છે. આ આઠ રુચક પ્રદેશો પર કદી પણ કર્મનું આવરણ આવતું નથી. -

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511