________________
આણાએ ધમ્મો, આણાએ તવો
આત્મા સમવિષમ સંજોગોમાં શાંત, સ્વસ્થ તથા નિસ્પૃહ રહી વીતરાગતા કેળવતો જાય છે. આ રીતે જીવ વ્યવહારની પ્રવૃત્તિ કરતાં કરતાં પણ કર્મની બળવાન નિર્જરા કરી શકે છે, આશ્રવ તોડી શકે છે. આનું કારણ એ છે કે આત્માનું કર્તાપણું છૂટવાથી અને આજ્ઞાધીનપણું વધવાથી તેનાં કર્મબંધન ક્ષીણ થતાં જાય છે.
“એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિશે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે, અને તેવું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને ત્યજવો બનતો નથી.” (ચૈત્ર વદ ૧૧, ૧૯૫૧. આંક ૫૮૩).
આમ આ વર્ષમાં કૃપાળુદેવે વેપારની તથા સંસારની સર્વ જવાબદારીઓ ઘણી નિસ્પૃહતાથી, આત્મશુદ્ધિ વધારતાં વધારતાં નિભાવી હતી. આપણે જોયું કે સં. ૧૯૪૭ના વર્ષથી તેમનું આંતરલક્ષ આત્મશુદ્ધિ કરવાનું જ હતું. તેથી ધન, કીર્તિ, સત્તા, કુટુંબ, આદિનો મોહ ઘણા મોટા પ્રમાણમાં ક્ષીણ થયો હતો. તેમની નિસ્પૃહતા સહજતાએ વધતી ગઈ હતી. વીતરાગભાવ સાથે વસવાની ભાવનાએ તેમના હૃદયમાં સ્થાન લીધું; તેનો પુરુષાર્થ પણ તેમણે આદર્યો. પરંતુ આ ઉપાધિના બળવાન ઉદયોએ આ પુરુષાર્થમાં વિઘ્નો નાખવાનું કાર્ય સં. ૧૯૪૮ થી શરૂ કર્યું. પરંતુ મેળવેલી શક્તિના આધારે અને જ્ઞાનીના માર્ગે ચાલવાની બળવાન ભાવનાના કારણે, સામાન્યપણે જે પ્રસંગો સંસારવૃદ્ધિનાં કારણો થાય, તેને જ સંસારક્ષય કરવાનાં કારણો બનાવી તેઓ મોહાદિનો ઝડપથી ક્ષય કરવા લાગ્યા, તેમનો સ્ત્રી, કુટુંબ, મિત્રો, ભાગીદારો, વેપાર આદિનો સંગ માત્ર પૂર્વકર્મની નિવૃત્તિ કરવા માટે જ રહ્યો, તેઓ તે બધાંમાંથી અપ્રતિબધ્ધ થતા ગયા. પ્રવૃત્તિના કારમા ઉદયની વચ્ચે પણ તેમના પુરુષાર્થના કારણે તેમના આત્માનાં શાંતિ, સમતા, સ્થિરતા અને શુદ્ધિ વધતાં ગયાં. પરમાર્થે મદદરૂપ થાય તેવાં શુભ અઘાતી કર્મોનો આશ્રવ થતો રહ્યો.
આવો વિકાસ કરવા, આત્મશુદ્ધિને તેની ચરમ સીમાએ પહોંચાડવાનો પુરુષાર્થ કરવા માટે તેમણે જે આજ્ઞાનું મહાભ્ય સમજી, તેનાથી થતા ધર્મપાલન અને આજ્ઞાથી
૪૧૯