________________
કેવળી પ્રભુનો સાથ
ઇચ્છા નહોતી, પરંતુ માતાપિતાની તથા ભાઈબહેનોની લાગણી ન દૂભાય તે અર્થે જ લગ્નમાં જવાની તેમણે તૈયારી કરી હતી. તેમણે લખ્યું હતું કે, –
સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના, ચિત્ત ઠેકાણે બેસે નહિ એવો અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે.” (માગશર વદ ૮, ૧૯૫૧. આંક પ૪૭).
આ પ્રકારનાં તેમનાં લખાણ, વચન, તથા ઉદ્ગારો વિચારતાં લક્ષ થાય છે કે તેમને સંસારનાં દુઃખના નકાર સાથે સુખનો પણ નકાર વ્યાપી ગયો હતો. તેઓ સર્વ સંસારી પ્રવૃત્તિ માત્ર પૂર્વકર્મની નિર્જરા અર્થે જ કરતા હતા; આ પ્રકારની સ્પષ્ટતા તેમણે સૌભાગભાઈ પરના કેટલાયે પત્રોમાં વારંવાર કરી છે.
“નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ. અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ.” (ફાગણ વદ ૩, ૧૯૫૧. આંક પ૬૯).
આ સાલમાં તેમણે પોતાનું ઇચ્છાબળ ઘણું ઘટાડ્યું હતું. તેમનો ઉદયાનુસાર વર્તન કરવાની વૃત્તિનો વેગ વધ્યો હતો. ઉદિત કર્મો માટે ઇચ્છા નિરિચ્છાપણું ગૌણ કરી સાક્ષીભાવ સહિત રહેવાની વર્તના તેમણે સ્વીકારી લીધી હતી. જુઓ –
“કેટલાક વખત થયા સહજ પ્રવૃત્તિ અને ઉરિણા પ્રવૃત્તિ એમ વિભાગે પ્રવૃત્તિ વર્તે છે. મુખ્યપણે સહજ પ્રવૃત્તિ વર્તે છે. સહજપ્રવૃત્તિ એટલે પ્રારબ્ધોદયે ઉદ્ભવ થાય છે, પણ જેમા કર્તવ્ય પરિણામ નહિ. બીજી ઉણા પ્રવૃત્તિ, જે પરાર્થાદિ યોગે કરવી પડે તે, હાલ બીજી પ્રવૃત્તિ થવામાં આત્મા સંક્ષેપ થાય છે, કેમકે અપૂર્વ એવા સમાધિયોગને તે કારણથી પણ પ્રતિબંધ થાય છે, એમ સાંભળ્યું હતું તથા જાણ્યું હતું, અને હાલ તેવું સ્પષ્ટપણે વેઠું છે.” (અષાડ વદ ૦)), ૧૯૫૧. આંક ૬૨૦).
તેમણે સ્વીકાર્યું હતું કે માત્ર ઉદયગત પ્રવૃત્તિ કરવી, ઇચ્છાગત પ્રવૃત્તિઓ ઇચ્છાના સંક્ષેપ સાથે સંક્ષેપવી અને એ દ્વારા સંસાર પરિક્ષણ કરતા જવો. આમ કરવાથી
૪૧૮