________________
કેવળી પ્રભુનો સાથ
“અત્રે ઉપાધિરૂપ વ્યવહાર વર્તે છે, ઘણું કરી આત્મસમાધિની સ્થિતિ રહે છે.” (વૈશાખ સુદ ૯, ૧૯૫). આંક ૫00).
આ વર્ષમાં તેમનું વીર્ય વધ્યું હતું. આગલા વર્ષમાં તેઓ ઉપાધિથી થાકતા જણાતા હતા, આ વર્ષમાં તેમની થાકી જવા જેવી સ્થિતિ જોવામાં આવતી નથી. તેમણે હિંમતપૂર્વક ઉપાધિનો સામનો કરી, પોતાની આત્મસ્થિરતા અને સ્વસ્થતા ઘણાં વધાર્યા હતાં. તેઓ મુખ્યતાએ સતત પ્રભુની આજ્ઞામાં રહેતા હતા, તેથી જે કંઈ ઉદયગત પ્રસંગો બને તેને તેઓ સમભાવથી અને સહજતાથી સ્વીકારી લેતા હતા. પરિણામે તેમનું આત્મવીર્ય ઘણું ઘણું ખીલ્યું હતું અને પરમાર્થની અંતરાયો નહિવત્ થઈ ગઈ હતી. આવાં ખીલેલાં વીર્યથી તેઓ ધ્યાનમાં જાય ત્યારે બળવાનપણે કર્મની નિર્જરા કરી શકતા હતા, તે નિર્જરાને લીધે આત્મા વિશેષ હળવો થવાથી અને સ્વરૂપલીનતા વધારે ઊંડી થતી હોવાથી, તેમને ધ્યાનમાંથી બહાર નીકળ્યા પછી પણ સંસારીભાવ અતિ અલ્પતાએ ઉદયમાં આવતો હતો. પરિણામે ઉદયગત સંસારી પ્રવૃત્તિઓમાં તેમનું આત્માનું જોડાણ ઘણી અલ્પ માત્રામાં થતું હતું. અતિ અલ્પ જોડાણને કારણે ઘાતી કર્મોનો આશ્રવ ઘણી મંદતાથી થાય તે સમજાય તેવી બાબત છે. કરેલા અલ્પાશ્રવના અનુસંધાનમાં તેઓ ફરીથી ધ્યાનમાં ઝડપથી જઈ શકતા હતા. આમ વિશેષ નિર્જરા કરી ધ્યાનમાંથી બહાર આવે ત્યારે તેમની સંસારી અનાસક્તિ વધતી જતી હતી. આ રીતે શ્રી પ્રભુની આજ્ઞામાં સતત રહેવાથી તેમનાથી આત્મધર્મનું આરાધન સારી રીતે ઉત્કૃષ્ટતાથી થઈ શકતું હતું. તેઓ જ્યારે ધ્યાનમાંથી બહાર આવે ત્યારે તેમની વધતી અનાસક્તિ આજ્ઞાના આરાધનના ફળરૂપે તારૂપ થઈ જતી હતી. તપ પૂર્વકર્મની નિર્જરા વધારતું હતું અને આજ્ઞાપાલનનો ધર્મ સ્વરૂપસ્થિરતા અપાવતો હતો.
“અત્રેના ઉપાધિપ્રસંગમાં કંઈક વિશેષ સહનતાથી વર્તવું પડે એવી મોસમ હોવાથી આત્માને વિશે ગુણનું વિશેષ સ્પષ્ટપણે વર્તે છે.” (મહાવદ ૮, ૧૯૫૦. આંક ૪૮૪).
૪૧૬