Book Title: Kevali Prabhuno Sath Volume 03
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 458
________________ કેવળી પ્રભુનો સાથ બોલવી કે બોલાવવી, કરવી કે કરાવવી, અથવા તે સર્વની અનુમોદના કરવી. અસ્તેયવ્રત - સ્નેય એટલે ચોરી. અસ્તેય એટલે અચૌર્ય અથવા કોઈ પણ અદત્ત વસ્તુ લેવી નહિ. સ્થૂળ રીતે નાની ધૂળની ચપટી પણ આજ્ઞા વિના ગ્રહણ ન કરવી અને સ્મતાએ કોઈ પણ વિભાવને કારણે આત્માએ પુદ્ગલ પરમાણુઓ કર્મસ્વરૂપે ગ્રહણ ન કરવા તે અસ્તેયવ્રત. અસંગતા - આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું અવસર્પિણી કાળ - જે કાળમાં દુ:ખની વૃદ્ધિ અને સુખની હાનિ થતી જાય તે અવસર્પિણી કાળ ગણાય છે. અવિરતિ - થતા દોષોથી પાછા હઠવું તે વિરતિ. દોષની સમજણ હોય કે ન હોય, પણ પૂર્વ ઉપાર્જિત કર્મના જોરને કારણે કે અજ્ઞાનને કારણે થતા દોષ ન અટકાવવા કે ચલાવી લેવા તેનું નામ અવિરતિ. અવ્યાબાધ સુખ - જે સુખને કોઈ બાધી શકે નહિ, તોડી શકે નહિ તે અવ્યાબાધ સુખ. તે આત્માનો મૂળભૂત સ્વભાવ છે. અવ્યાબાધ સ્થિતિ - જેને બાધી ન શકાય, અટકાવી ન શકાય તેવી દશા. અશરણભાવના - સંસારમાં મરણ સમયે જીવને શરણ આપનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું શરણ સત્ય છે એમ વિચારવું તે અશરણભાવના. અશાતાવેદનીય - અશાતા વેદનીય કર્મના ઉદયથી જીવ દુઃખનો અનુભવ કરે છે. શરીરમાં રોગ થાય, અશાંતિ અનુભવાય, શરીરમાં દુ:ખાવો થાય, શરીરનાં કરવા ધારેલાં હલનચલનમાં અડચણો ઊભી થાય, મગજમાં ઉકળાટ થયા કરે અર્થાત્ પ્રતિકૂળ સંજોગોથી વેદાતી અસુવિધા તે અશાતા વેદનીય છે. અહિંસાવ્રત - અન્ય જીવને અલ્પ દૂભવવાથી શરૂ કરી પ્રાણહરણ પર્યંતનાં દુઃખ આપતાં અટકવું અને એમ કરીને પોતાના આત્માને કર્મબંધથી બચાવવો તે અહિંસાવત. અહોભાવ - કોઈ ઉત્તમ આત્મા કે ગુણ માટે આદરભાવ, પૂજ્યભાવ આદિ વેચવા તે. અક્ષય સ્થિતિ - જે સ્થિતિનો કદી નાશ થવાનો નથી તે સ્થિતિ. આત્મા સિદ્ધભૂમિમાં જાય છે ત્યારથી અશરીરિ બની અનંતકાળ સુધી ત્યાં જ વસે છે, કદી પણ પરિભ્રમણ અર્થે નીચે ઊતરતો નથી એટલે કે તે પોતાની અક્ષય સ્થિતિને પામે છે. અજ્ઞાન - જ્યાં સુધી જીવને સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોતી નથી ત્યાં સુધીનું તેનું સર્વજ્ઞાન અને તેની બધી જ સમજણ અજ્ઞાનરૂપ હોય છે, એટલે કે જૈન પરિભાષામાં અજ્ઞાન એટલે જ્ઞાનરહિત સ્થિતિ નહિ; પરંતુ અસમ્યક્ જ્ઞાન એવો અર્થ થાય છે. આકાશ – જીવ તથા અજીવ દ્રવ્ય સહિત સર્વ દ્રવ્યોને જે પોતામાં સમાવે છે, પોતામાં રહેવાની જગ્યા કે સુવિધા આપે છે તે આકાશ દ્રવ્ય છે. અશુચિભાવના - આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રોગ જરાદિનું ધામ છે. આ શરીરથી હું ન્યારો છું એમ ભાવવું તે અશુચિભાવના. અસત્ય – અસત્ય એટલે જે વસ્તુ કે વાત જે પ્રકારે છે તેને તેનાથી વિપરીતપણે જાણવી કે જણાવવી, ૪૩૨

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511