________________
કેવળી પ્રભુનો સાથ
“કોઈના પણ દોષ જો નહિ. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે, તે થાય છે, એમ માન .. જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણુંક કરવાનું પ્રયત્ન કરજે ........” (રોજનીશી. અષાડ સુદ ૫, ૧૯૪૬. આંક ૧૫૭ – ૧૩).
પ્રભુની આજ્ઞામાં રહેવાના ભાવને કારણે વધતા વૈરાગ્ય અને વધતી જવાબદારીનો સંઘર્ષ તેમણે સ્વીકાર્યો. એકબાજુ સંસારની અનિચ્છા અને પરમાર્થ પ્રકાશવાની ભાવના હતા, તો બીજી બાજુ સાંસારિક જવાબદારીની વૃદ્ધિ અને સત્સંગની ખામી હતાં. આવી ભીંસમાં તેમણે પુરુષાર્થ કરી, આજ્ઞાનું ઉચિત આરાધન કરી, આત્માને શુદ્ધિના માર્ગમાં દોરતા ગયા હતા. પ્રભુની આજ્ઞાનું આરાધન કરવાથી જલદીથી જીવનું કલ્યાણ થાય છે તેનું દઢત્વ તેમને સં. ૧૯૪૬માં થયું હતું. આવો સરળ તથા ટૂંકો માર્ગ જગતનાં જીવોને ખૂબ લાભકારી હોવાથી તે માર્ગનું જાણપણું સહુને કરાવવાનો તેમનો અભિલાષ બંધાયો અને વધતો ગયો. તેમણે લખ્યું હતું કે, –
“અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું, અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે.” (પ્ર. ભા. વદ ૧૩, ૧૯૪૬. આંક ૧૩૨)
“રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે.” (દ્ધિ. ભા. સુદ ૨, ૧૯૪૬. આંક ૧૩૩)
તેમના આવા અંત:કરણના ઉદ્ગારો પરથી તેમની આત્માને શુદ્ધ કરવાની તાલાવેલી કેટલી બળવાન હતી તેનો લક્ષ આપણને આવે છે. આમાંથી આત્માનાં છઠ્ઠા પદ “મોક્ષનો ઉપાય છે તે આચરવાની તત્પરતા ઘણી વધી ગઈ હતી. પ્રભુ જેવા શુધ્ધ થવાનું તેમનું ધ્યેય દેઢ થયું હતું, અને તેનાં નિમિત્ત હતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને તેમનું જાતિસ્મૃતિ જ્ઞાન. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ કમઠના તીવ્ર ઉપસર્ગરૂપ બળવાન અશાતા અને ધરણંદ્ર તેમજ પદ્માવતીના રક્ષણરૂપ બળવાન શાતા, એક જ કાળે
૪૬