________________
આણાએ ધમ્મો, આણાએ તવો
મનુષ્યગતિમાં માન કષાયનો ઉદય બળવાનપણે વર્તતો હોય છે. અને તેનાં પરિણામે તે જીવ પોતાને બીજા કરતાં ઊંચો અને બીજાને નીચા અથવા તુચ્છ ગણતો ફરતો હોય છે. તેને રૂપ, જાતિ, કુળ, ધન, જ્ઞાન આદિ અનેક પ્રકારે માન પ્રવર્તતું હોય છે, અને આ માનના પ્રભાવથી તે અનેક જીવો સાથે અયોગ્ય વર્તન કરતાં પણ અચકાતો નથી. આવા માનભાવની અસરથી પોતાની અસમ્યક્ જાણકારીથી તે સત્નો અને સત્તના ધારક ઉત્તમ આત્માનો સહસા અનાદર કરી બેસે છે, તેનાથી અનેક પ્રકારનાં અંતરાય કર્મ તથા અશાતા વેદનીય કર્મ બાંધી પોતાને માટે અનેક વિઘ્નો તથા દુ:ખની પરંપરા ઊભી કરી નાખે છે. આવા અનર્થકારી માનભાવને સમ્યકુ ગુરુજનની નિશ્રામાં રહી, તેમનાં માર્ગદર્શન નીચે પોતાનાં અલ્પપણાનું જાણપણું મેળવી, સત્સંવ, સદ્ગુરુ અને સત્કર્મ પ્રતિ ખૂબ આદર, અહોભાવ અને નમતા સાથે વર્તવું તેનું નામ વિનયતા છે. જીવને અનાદિકાળથી આનાથી ઉલટો જ અભ્યાસ હોવાથી, અને તેનો ત્યાગ કરવાની સાચી શિખામણ અને રીત અત્યાર સુધી જાણી ન હતી; તેથી જીવને આ તપ કરવામાં વિશેષ મનપરિણામના સંયમની જરૂરત રહે છે. વળી, પ્રાયશ્ચિત્તમાં જીવ પોતે પોતાની મેળે દંડ સ્વીકારે છે, ત્યારે અહીં અન્ય વ્યક્તિ પ્રતિનો વ્યવહાર પણ તેમાં ભળે છે, તેથી તેણે આ તપ આચરવામાં વિશેષ માનકષાય તોડવો પડે છે. જે માનક્ષય ભાવિમાં જીવને ખૂબ ઉપકારી થાય છે. આ તપના આધારથી જ જીવ સત્ તરફ વળી શકે છે, માટે સન્માર્ગને પામવા માટે વિનયગુણને જીવ માટે મુખ્ય ગુણ શ્રી પ્રભુએ ગણાવ્યો છે. તે ગુણને સમજાવવા માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં, મહાવીર પ્રભુની છેલ્લી દેશનામાં, સૌ પ્રથમ જ ‘વિનય ઉપર અધ્યયન રચાયું છે.
ત્રીજું આંતરતા તે વૈયાવચ્ચ છે. વૈયાવચ્ચ અથવા વૈયાવૃત્ત એટલે સેવા. સેવા આંતર તેમજ બાહ્ય એમ બે પ્રકારે થઈ શકે છે. તેમાં અહીં આંતરતપને મુખ્યતા આપવામાં આવી છે. કોઈ મુનિને અશુભ કર્મના બળવાન ઉદયને કારણે અશાતા વર્તતી હોય અને વિશેષ પ્રમાણમાં આર્તપરિણામ થતાં હોય, જેને કારણે ઘણાં કર્મબંધ થવાની સંભાવના વધી જતી હોય તેવે વખતે અન્ય મુનિ બોધ, સત્સંગ, ભક્તિ આદિ સાધનો દ્વારા વ્યથિત મુનિને શાતા આપવાનો પુરુષાર્થ કરે છે. સાથે સાથે તેઓ
૩૩૯