________________
કેવળી પ્રભુનો સાથ
આવાં વમળોથી મુક્ત થવા માટે તેને શુભ અવલંબનની જરૂરત રહે છે, અને આ અવલંબન પૂરું પડે છે શ્રી સદ્ગુરુ પાસેથી ગ્રહણ કરેલાં મંત્રથી. મંત્રસ્મરણના આધારથી અને પ્રભાવથી અન્ય ફાલતુ વિચારો સહજતાએ અટકી જાય છે, ઇચ્છાઓ શાંત થતી જાય છે, અને આત્માના ગુણો વિકસાવવાના ભાવની એકાગ્રતા કેળવાતી જાય છે. સાથે સાથે સગુરુની કૃપાથી એ એકાગ્રતાના કારણે તે જીવ આત્માનુભૂતિમાં ગરક થઈ શકે છે. તે વખતે તે જીવ બળવાન સકામ નિર્જરા કરી કર્મભારથી હળવો થઈ જાય છે. આવી આત્માનુભૂતિની સ્થિતિમાં કષાયોની ઘણી મંદતા થતી હોવાને લીધે, તેને કોઈ પ્રકારનાં અશાતા વેદનીય કર્મ કે અશુભ બંધનો વધતાં નથી, પણ આત્મશાંતિ તથા આત્મસ્થિરતાનું વદન રહેતું હોય છે.
મંત્રસ્મરણ કરવાથી સૌથી વિશેષ પ્રભાવક ફાયદો એ થાય છે કે તેનાં આરાધનથી જીવ સહેલાઈથી અને સહજતાથી આત્માનાં વિકાસનાં સોપાનો સર કરતો રહે છે. જીવની સ્મરણમાં જેમ જેમ એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ તેનું ધ્યાન ઊંડું અને લાંબા સમયનું થતું જાય છે. જેથી તે સકામ નિર્જરા ઘણી ઘણી વધારે કરી શકે છે. પરિણામે આત્મા વધારે ને વધારે હળવો થતો જાય છે, કર્મભારથી છૂટતો જાય છે. આવો અદ્ભુત મંત્રમહિમા શ્રી પુરુષોએ આપણને સમજાવ્યો છે.
જે જીવને આત્માની શુદ્ધિ કરવાની ભાવના થાય છે, તેણે તે ભાવને બળવાન કરી, ઉત્તમ સગુરુ પાસેથી મંત્ર ગ્રહણ કર્યો હોય તો તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ, આવા ઉત્તમ સદ્ગુરુની પ્રાપ્તિ જીવને સહેલાઈથી થતી નથી તેવો અનુભવ થાય છે. તેવા સદ્ગુરુની પ્રાપ્તિ માટે જીવને ઘણાં ઘણાં પુણ્યના ઉદયની જરૂરિયાત રહે છે. દુર્ભાગ્યે જો જીવને કોઈ કુગુરુ કે અસદ્ગુરુ ગુરુરૂપે ભેટી જાય તો તે જીવનું અકલ્યાણ થાય છે, અને તે જીવ અધોગતિમાં ચાલ્યો જાય એવું પણ બની શકે છે.
આવાં સ્થિતિ સંજોગોમાં, ઊંડી વિચારણામાં જવાથી જીવને એ પ્રશ્ન મુંઝવી જાય છે કે જ્યાં સુધી જીવને પ્રત્યક્ષ સગુનો યોગ ન થાય, તેમની પાસેથી મંત્રપ્રાપ્તિ થાય નહિ, ત્યાં સુધી તેવી પ્રાપ્તિ માટે પુણ્યોપાર્જન કેવી રીતે કરવું અથવા તો ત્યાં
૩પ૦