________________
કેવળી પ્રભુનો સાથ
થવા સાથે તે જીવનાં જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મો પણ શિથિલ થઈ ક્ષીણ થતાં જાય છેએટલું જ નહિ પણ તેનાં આજ્ઞાધીનપણાને લીધે તેને નવીન કર્મબંધની પણ ઘણી અલ્પતા થાય છે. આ અનુભવથી તેનું પ્રભુ પ્રતિનું શરણ દેઢ થતું જાય છે, તેમનાં શરણમાં જ રહેવાની ભાવના મજબૂત થતી હોવાથી તે જીવનાં અંતરાય કર્મો પણ તૂટતાં જાય છે. આમ શુદ્ધ હૃદયથી પૂર્ણ આજ્ઞામાં રહીને પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણ કરવાથી જીવનાં ચારે ઘાતી કર્મો નબળાં ને નબળાં થતાં જાય છે. તે કર્મોને પ્રભુનું શરણ મળતું નથી, પણ જો જીવ ઇચ્છે તો તેને પ્રભુનું અનન્ય શરણ મળતું હોવાથી, બે વચ્ચેની લડાઈમાં જીવ જીતે છે અને કર્મ હારે છે.
આ રીતે સતત વધતી વિશુદ્ધિવાળી સ્થિતિમાં જીવને ઉચ્ચ પ્રકારનાં લબ્ધિ તથા સિદ્ધિ પ્રગટતાં જાય છે. પણ આજ્ઞાધીન જીવ આવી લબ્લિસિદ્ધિમાં મોહોતો નથી, બલ્ક તેનાથી વિશેષ વિશેષ નિસ્પૃહ થતો જાય છે. પ્રભુનાં ચરણનું ઉત્તમતાએ ધ્યાન કરવાથી તેને સાંસારિક મોહ અને સુખબુદ્ધિ સ્પર્શી શકતાં નથી, પરિણામે તે જીવ ઘણી ત્વરાથી શુધ્ધ અને શુક્લધ્યાનનો અનુભવ કરી શકે છે.
આ જ પ્રક્રિયાને વિશિષ્ટ પ્રકારે આરાધી જીવ ઉપશમ શ્રેણિમાં ન જતાં ક્ષપક શ્રેણિમાં જઈ, બધાં ઘાતકર્મોનો એક સપાટે ક્ષય કરી કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવવા ભાગ્યશાળી થાય છે. આ પ્રક્રિયાનો ઊંડાણથી વિચાર કરતાં, તેમજ અભ્યાસ કરતાં આપણને જરૂર સમજાય છે કે જીવને શા માટે પુરુષનાં અવલંબન તથા શરણની જરૂર બારમા ગુણસ્થાનના અંત સુધી રહે છે. પુરુષની આજ્ઞાનાં અવલંબનથી સ્વરૂપસ્થિતિ જલદીથી પ્રાપ્ત થાય છે, અને તેમાં પણ આજ્ઞાના આરાધનથી તારૂપ નિર્જરા ઘણી વધી જાય છે. આમ શ્રી પુરુષની આજ્ઞાનું અવલંબન લેવાથી જીવની બેવડી રીતે આત્માની વિશુદ્ધિ વધતી જાય છે.
આ જ પ્રક્રિયાને શ્રી તીર્થંકર પ્રભુનો આત્મા ઉત્તમતાએ તથા ઉગ્રતાએ આરાધી ક્ષપક શ્રેણિમાં ચડે છે, ચારે ઘાતી કર્મોથી સર્વથા મુક્ત થઈ કેવળજ્ઞાન કેવળદર્શન પ્રગટાવે છે. મોક્ષ મેળવવા માટે આ ટૂંકામાં ટૂંકો અને સહેલામાં સહેલો માર્ગ છે.
૩૭૨