________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તેની પાત્રતા કરતાં વધારે રહે તો તેનો વિકાસ રુંધાય છે. જો ઇચ્છુક પોતાની પાત્રતા કરતાં વધારે મેળવવાની ઇચ્છા રાખે તો તે જ્ઞાની માટે અશ્રદ્ધાનો ભાવ કરે છે એમ કહેવાય, કારણ કે જ્ઞાનીઓ આજ્ઞાધીન રહેતા હોવાથી અપાત્રે દાન કરતા નથી, તેથી આવા અશ્રદ્ધાના ભાવને લીધે તે અંતરાય કર્મ બાંધે છે અને પોતાના વિકાસને રોકે છે. બીજી બાજુ જ્ઞાની મહાત્મા ઇચ્છુકને જો યોગ્યતા કરતાં વધારે આપવા પ્રયત્ન કરે તો તેનો દુરુપયોગ થવાની સંભાવના ઘણી વધી જાય છે, એટલું જ નહિ પણ એક અપેક્ષાએ તેમણે ઇચ્છુકમાં રાગભાવ કર્યો હોવાના કારણથી તેમને પણ અપાત્રે દાનના દોષના હેતુથી વિકાસને સંધનારા કર્મબંધનો આશ્રય થાય છે. - પરમાર્થ માર્ગમાં લેતીદેતીની પ્રક્રિયાનું યોગ્યતાએ પાલન કરી જીવ છઠ્ઠાથી સાતમા ગુણસ્થાને આવે છે. આ ગુણસ્થાને તે જીવ વિશેષ વિશેષ નિસ્પૃહપણું કેળવતો જઈ નિર્વિકલ્પપણું વધારતો જાય છે. આ રીતે આગળ વધી સપુરુષપણું મેળવ્યા પછી તે જીવ ક્ષેપક શ્રેણિની તૈયારી શરૂ કરે છે. આ વિકાસ દરમ્યાન જીવનો ગુરુ પ્રતિનો વિનયભાવ ઘણા ઊંચા પ્રકારનો થયો હોય છે. તેમની આજ્ઞાવિરુદ્ધ લેશમાત્ર ન વર્તવાનો તેનો નિશ્ચય દઢ થતો જાય છે. આમ પોતાની સંસારી સ્પૃહાને વધારે ને વધારે ક્ષીણ કરતા જઈ તે ક્ષપક શ્રેણિ મેળવવાની આરાધના શરૂ કરે છે.
પ્રત્યેક જીવ ક્ષેપક શ્રેણિ શરૂ કરતાં પહેલાં આ પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેને જ્યારે પહેલીવાર સપુરુષપણું વેદાય છે – સત્પરુષપણું પ્રાપ્ત થાય છે ત્યારે તેને શ્રી પંચપરમેષ્ટિ ભગવંત તરફથી એવું વરદાન મળે છે કે જેથી તેને સનાતન માર્ગની જાણકારી અને તેનો હકાર તેના આત્મામાં એક સાથે ઉત્પન્ન થાય છે. શ્રી પંચપરમેષ્ટિ ભગવંત તરફથી પોતાને આવું વરદાન મળ્યું છે, તેની સ્મૃતિ મોટેભાગે તેમને સતત રહેતી હોવાથી તેઓ મન, વચન અને કાયાથી ક્યારેય આજ્ઞાની બહાર જતા નથી. આમ છતાં જે સત્પષો આ સત્ય વાતને ભૂલી, પોતાનાં સામર્થ્ય અને જ્ઞાનને વધારે મહત્તા આપે છે તેઓનું કલ્યાણભાવથી જન્મતું પુણ્ય મુખ્યતાએ સંસારનાં શતાવેદનીય
૩૮૩