________________
કેવળી પ્રભુનો સાથ
આજ્ઞામાર્ગનાં મહાભ્ય તથા વિશેષતા
આત્મા સંજ્ઞીપંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે ત્યારથી, પ્રગટપણે પ્રત્યેક પળે કોઈને કોઈ વસ્તુ, પદાર્થ, જ્ઞાન કે અન્ય માટે સ્પૃહા કરતો જ રહે છે. અને એ ભાવને લીધે તેને જે વસ્તુ, પદાર્થ કે જ્ઞાન ઈચ્છિત વસ્તુ કરતાં ઉતરતી કક્ષાનાં લાગે છે, તેના માટે તેને ઉપજતી સ્પૃહા સહજતાએ નિસ્પૃહતામાં પરિણમતી જાય છે. આ સિદ્ધાંતને શ્રી જિનપ્રભુએ “આણાએ ધમ્મો, આણાએ તવો એ વચનમાં ગૂંથી લીધો છે.
આજ્ઞા એ એવા પ્રકારની દોરી છે કે જેનાથી જીવાત્મા શ્રી તીર્થંકર પ્રભુએ સ્થાપેલા અને પરમેષ્ટિ ભગવંતે અનુમોદેલા જિનમાર્ગ સાથે જોડાઈ જાય છે. આજ્ઞાના આ માર્ગમાં અનંત પંચપરમેષ્ટિ ભગવંતે ભાવેલા કલ્યાણભાવના ઉત્તમ પરમાણુઓ સંચિત થાય છે. શ્રી ‘સિદ્ધ પ્રભુજી' સિવાયના વર્તમાનના અસંખ્ય ઇષ્ટપ્રભુથી લેવાયેલા કલ્યાણભાવના પરમાણુઓની સહાયથી એ માર્ગને ગતિ તથા સ્થિતિ મળે છે. આજ્ઞાના આ માર્ગને ગતિ તથા સ્થિતિ મળતાં એ માર્ગ, જે જીવની ભવસ્થિતિનો અંત આવવાનો છે એવા જીવના રુચક પ્રદેશો સાથે અનુસંધાન કરે છે. અને એ જીવમાં ધર્મની સ્પૃહા જગાડે છે. આ સ્પૃહા જાગતાં તે જીવને આત્માની અપૂર્વ શાંતિનો અનુભવ થાય છે. અને તે સ્પૃહા તેના કેવળીગમ્ય પ્રદેશોમાં સંચિત થાય છે, એકઠી થાય છે. આવું સિંચન થવાથી તેને મળતી શાંતિનો અનુભવ વારંવાર થાય તેવી સ્પૃહા જાગે છે. તેને માર્ગની સ્પષ્ટતા કે એ બાબતનો સાચો નિર્ણય ન થયો હોવાના કારણે તે જીવ સંસારનાં અનેક સાધનો મેળવી, ભોગવી, તેમાંથી શાંતિ શોધવાનો પ્રયત્ન કરે છે. આમ કરતાં તેને ક્યારેક ક્યારેક શાંતિ વેદાય છે, પણ તે શાંતિ ક્ષણિક તથા ભયથી ભરેલી હોવાનો અનુભવ તેને થાય છે. વળી, જે શાંતિનો તે અસ્પષ્ટતાથી અનુભવ કરે છે, જે શાંતિની અવ્યક્ત ઝંખના તે કરે છે તે શાંતિની માત્રા તથા શુદ્ધિ તેને સંસારમાંથી મળતાં નથી. એ શાંતિ મેળવવાની તેની સ્પૃહા જો તીવ્ર હોય તો તેને નિર્વિવાદપણે સમજાય છે કે અંતરંગની શાંતિ એ કંઈક ઓર જ ચીજ છે, જુદી જ છે. એને શોધવા જતાં ય મળતી નથી. તેથી
૩૮૮