________________
આણાએ ધમ્મો, આણાએ તવો
તૈયાર થાય છે. પણ જ્યારે પ્રાર્થના અપૂર્ણ આજ્ઞાથી કરવામાં આવે છે ત્યારે તે પ્રાર્થનાથી ઉત્પન્ન થયેલી શક્તિ ધ્યેયસિદ્ધિમાં વપરાવા ઉપરાંત સુષુપ્ત સંસારી ઇચ્છાઓની પૂર્તિમાં અને માન તથા લોભકષાયને કારણે બંધાયેલા ભાવની પૂર્ણતા કરવામાં વહેંચાઈ જાય છે. આમ થવાથી, ઇશ્કેલી કાર્યસિદ્ધિ કરવા માટે સમગ્ર શક્તિ વપરાઈ શકતી નથી. એટલું જ નહિ પણ, બાકીની શક્તિ કર્મ નિવૃત્તિનાં સાધનને બદલે કર્મવૃદ્ધિનાં સાધનરૂપ લોભ અને માનકષાયનાં બંધનમાં વપરાય છે.
આમ પ્રાર્થનાની અવસ્થા પછી જીવ ક્ષમાપનાની દશા પર આવે છે. જે ઇચ્છા કે ભાવના છે તે પૂર્ણ ન થવા માટે જે પૂર્વકર્મો જવાબદાર છે, તે કર્મોની ક્ષમાયાચના કરી આત્મા હળવો થવાનો પુરુષાર્થ કરે છે. પૂર્ણ આજ્ઞાથી કરેલી પ્રાર્થનાની સહાયથી જીવ સહજતાએ ક્ષમાપનામાં દોરાય છે. વળી, પૂર્ણ આજ્ઞાથી ક્ષમાપના કરવામાં આવે ત્યારે તે પૂર્વકર્મ નિવૃત્ત કરવાનું મુખ્ય સાધન થાય છે. પૂર્ણ આજ્ઞાથી કરેલી ક્ષમાપનાના ફળરૂપે ઉત્પન્ન થતું વીર્ય ધ્યેયની સિદ્ધિ માટે જ વપરાય છે, અન્ય કાર્યો કરવા માટે વપરાતું નથી, પરંતુ અપૂર્ણ આજ્ઞાથી કરેલી ક્ષમાપના જીવને માન અથવા લોભકષાયમાં લઈ જવાનું ભયસ્થાન આપે છે, તેથી ધ્યેયની સિદ્ધિ ઓછી માત્રામાં અથવા તો વિલંબથી થાય છે.
પૂર્ણ આજ્ઞાથી કરેલાં પ્રાર્થના તથા ક્ષમાપનાના ફળરૂપે જીવ કાર્યની ઉત્તમ સિદ્ધિ માટે યોગ્ય સંવર તથા નિર્જરા કરી શકે છે, અને તે પછીથી ધર્મધ્યાન તથા શુક્લધ્યાનનાં નિમિત્તરૂપ મંત્રસ્મરણમાં ભાવથી જોડાય છે, મંત્રસ્મરણના પ્રભાવથી તે ધ્યાનમાં જાય છે, અને પોતાના પુરુષાર્થ અનુસાર તે જીવ ધર્મધ્યાન કે શુક્લધ્યાનને માણે છે. આ ધ્યાનમાં પૂર્વે પૂર્ણ આજ્ઞાથી કરેલાં પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણના ફળરૂપે તે જીવ પૂર્ણ આજ્ઞામાં જ રહે છે. આ રીતે પૂર્ણ આજ્ઞામાં રહેવાથી જીવની મોહની નિર્જરા અસંખ્યાતગણી થાય છે. વળી, આવી નિર્જરાને કારણે જીવને જે શાંતિ ઉપજે છે તે શાંતિના અનુભવને લીધે, ધ્યાનની બહાર આવ્યા પછી પણ તે જીવ નિસ્પૃહ તથા સંસારી સુખબુદ્ધિથી પર રહી શકે છે. પરિણામે મોહનીય ક્ષીણ
૩૭૧