________________
આણાએ ધમ્મો, આણાએ તવો
પ્રાયઃ વિશેષ તૂટયો હોય છે. તેમનું કાર્ય શાસ્ત્રાભ્યાસ કરી, અન્ય સાધુસાધ્વીને તેનો સુંદર અભ્યાસ કરાવી, શાસ્ત્રનાં અને મોક્ષમાર્ગનાં રહસ્યો સ્કૂટક રીતે સમજાવવાનું છે. આ પ્રવૃત્તિને લીધે તેમનાં જ્ઞાનનાં આવરણો ટળે છે, તેમને શ્રી અરિહંતપ્રભુ અને આચાર્યજીનાં કાર્યની મહત્તા સમજાય છે. વળી, તેમને તેઓ પ્રતિનો પૂજ્યભાવ અને અહોભાવ ઘણો વધ્યો હોવાથી, સર્વજ્ઞ પ્રભુએ છોડેલાં કલ્યાણનાં પરમાણુઓ રહવાની તેમની માત્રા સાધુસાધ્વી કરતાં ઘણી વધારે હોય છે; એટલું જ નહિ પણ તેમની સંસારની સુખસ્પૃહા પણ ઘણી મંદ થઈ ગઈ હોય છે. આને લીધે તેમની સપુરુષ તથા સદ્ગુરુ સાથેની એકરૂપતા ઠીક ઠીક વધે છે. આ એકરૂપતા આવતાં તેમનું આજ્ઞાધીનપણું વધે છે; અને આત્માને શુદ્ધ કરવાની તેમની સ્પૃહા બળવાન થતી જાય છે. તેના અનુસંધાનમાં તેમના થકી જે પુરુષાર્થ થાય છે તેનાં ફળરૂપે તેમની સ્વરૂપસિદ્ધિ વિશેષતાએ પ્રગટે છે; પૂર્વનિબંધિત કર્મોની નિર્જરા બળવાન થતી જાય છે, અને નવાં કર્મોનો આશ્રવ ઘટતો જાય છે. આમ હોવાથી, તેઓ જે કલ્યાણભાવનાં પરમાણુઓ ગ્રહણ કરી, આત્મસાત્ કરી, તેમાં પોતાની કલ્યાણભાવના ઉમેરી જગતમાં ફરીથી કલ્યાણાર્થે વહેતાં મૂકે છે, તે પરમાણુઓમાં આત્મલીનતા વધારવાની સ્પૃહાના ભાવ અને અતિઅલ્પ માત્રામાં સંસારસ્પૃહાના ભાવ રહેલા હોય છે. તેથી જે જીવો આ પરમાણુઓ ગ્રહણ કરે તે જીવોને સહજતાએ સંસારસ્પૃહા ક્ષીણ થતી જાય છે અને આત્માને શુદ્ધ કરવાની સ્પૃહા વધતી જાય છે. આ પ્રક્રિયાના પ્રભાવથી જીવ આચાર્યપદ સુધી આગળ વધે છે.
આ ઉપરાંત, શ્રી ઉપાધ્યાયજીનાં પદથી ચડતા ક્રમમાં જે જ્ઞાનદાન કરવામાં આવે છે તેમાં દાતાની દાન કરવાની ભાવના પ્રબળપણે વર્તતી હોય છે. પૂરોગામી પાસેથી લીધેલું ઋણ અદા કરવા, સાધ્ય કરેલા જ્ઞાનનું દાન અનુગામીને નિસ્વાર્થભાવથી કરવા જીવ પ્રેરાય છે. તેથી દાતાને કંઈ છુપાવવાપણું રહેતું નથી, અને યાચકને કંઈ મુંઝાવાપણું રહેતું નથી. આમ સુપાત્રદાનનું કાર્ય અવિરતપણે ચાલ્યા જ કરે છે, પરિણામે લેનારને દાતા પ્રતિનો અહોભાવ વધતો જાય છે, અને દાતાને લેનાર માટેનો નિસ્પૃહભાવ વધતો જાય છે; જે આજ્ઞારૂપી ધર્મને અને આજ્ઞારૂપી તપને
૩૬૩