________________
કેવળી પ્રભુનો સાથ
ગુરુના કહ્યા પ્રમાણે જ, તેમની આજ્ઞામાં રહીને જ મારે મારું વર્તન ઘડવું છે એવું દઢત્વ શિષ્યનાં મનમાં સાકાર થતું આવે છે. આવાં પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણભાવને કારણે શિષ્યમાં ગુરુ પ્રતિનો વિનયભાવ પ્રગટ થઈ ખીલતો જાય છે. જે શિષ્યમાં ગુરુ પ્રતિ વિનયભાવ ખીલતો નથી તેના સ્વચ્છંદમાં ઘટાડો થતો નથી, અને વિકાસ પણ સંભવતો નથી. ગુરુ પ્રતિના વિનયભાવ અને અહોભાવ વધવા એ વિકાસનાં મૂળ પગથિયાં છે. આવા વિનયનું મહાભ્ય અનેક શાસ્ત્રોમાં અને સૂત્રોમાં ગવાયેલું જોવા મળે છે.
આવાં શાસ્ત્રો તથા સૂત્રોમાં વિનયી શિષ્યનાં અને અવિનયી શિષ્યનાં લક્ષણો તથા તેનાં પરિણામોનો ઉલ્લેખ પણ થયેલો હોય છે, તેથી શાસ્ત્રાભ્યાસ કરતી વખતે તેની જાણકારી આવતાં શિષ્ય વિનયના ગુણને અધિકતાએ ખીલવવા સભાન થાય છે. આ કારણે વિનયને શ્રી પ્રભુએ અત્યંતર તપમાં સ્થાન આપ્યું જણાય છે. વિનય ગુણની આરાધના કરવાથી શિષ્ય પોતાના માનભાવનો ત્યાગ કરતાં અને ઉત્તમ તત્ત્વનો આદર કરતાં શીખતો જાય છે. આ વિનય ગુણને વિકસાવી શિષ્ય ધ્યાનતપનાં ઉત્કૃષ્ટપણા સુધી પ્રગતિ કરી શકે છે. આ વિચારણાનું પૃથક્કરણ કરી આપણે નક્કી કરી શકીએ કે જગતમાં સાધુસાધ્વીજીનાં પદથી જ આજ્ઞાપાલનની શરૂઆત થાય છે, અને તે આજ્ઞાપાલનની પૂર્ણતા કેવળજ્ઞાનની પ્રાપ્તિ સાથે આવે છે.
શ્રી સાધુસાધ્વીજી આજ્ઞાપાલનનો આરંભ તો કરે જ છે, પરંતુ તેમનો એ અભ્યાસ પ્રારંભિક હોય ત્યાં સુધી તેમનું આજ્ઞામાં વિચરવું ઉત્તમ પ્રકારનું થઈ શકતું નથી. અનાદિકાળનો જે સ્વચ્છેદથી ચાલવાનો અભ્યાસ જીવને પડી ગયો હોય છે તે વારંવાર આજ્ઞાપાલન કરતી વખતે પણ ડોકિયાં કરી જાય છે. સમય આવ્યે સ્વચ્છંદ જોર કરી, શિષ્યને અમુક માત્રામાં પ્રમાદમાં લઈ જઈ તેના વિકાસને શિથિલ કરે છે. પરંતુ તે શિષ્ય શ્રી ગુરુની સહાયથી અને પોતાના પુરુષાર્થના જોરથી પ્રમાદ ત્યાગી, ફરીથી આજ્ઞાધીન થઈ વર્તતો થઈ જાય છે. અને સ્વાધ્યાય, વિનય, ધ્યાન આદિ તપનો વિશેષ આશ્રય કરતાં શીખતો જાય છે. જેટલા પ્રમાણમાં તેનું આંતરત૫ મજબૂત થતું જાય છે તેટલા પ્રમાણમાં તેનું વીર્ય ખીલે છે અને તે વીર્ય તેને માર્ગના વિકાસમાં વધારે સ્થિર કરે છે.
૩૫૮