________________
આણાએ ધમ્મો, આણાએ તવો
ફળ રૂપે તેને આત્મા, પરમાત્મા, જગત, કર્મ, વગેરે વિશેની ઊંડી જાણકારી લાધે છે. મળેલી જાણકારીનો આધાર લઈ તે કાયા તથા માયા અર્થાત્ પરિગ્રહની મમતાના ત્યાગનો પુરુષાર્થ કરી (કાયોત્સર્ગથી) સ્વરૂપમાં નિમગ્નતા કેળવે છે. તે નિમગ્નતા તેને ધર્મધ્યાનથી શુક્લધ્યાનમાં ઘણે આગળ સુધી લઈ જઈ શુધ્ધ, બુધ્ધ અને મુક્ત કરે છે. આમ શ્રી પ્રભુની અને ગુરુની આજ્ઞામાં રહેવાથી જીવને ધર્મનું આરાધન કરવા સાથે સાથે તપનું પણ આરાધન થતું જાય છે. તેનું પરિણામ એક જ આવે છે, ‘સકળ કર્મનો ક્ષય'. આ ઉદ્દેશ “આણાએ ધમ્મો, આણાએ તવો' એ સૂત્રથી આપણે જાણી શકીએ છીએ.
આ પ્રકારે ધર્મ તથા તપનું સ્વરૂપ વિચારવાથી સમજાય છે કે “આજ્ઞા' એ ધર્મ તથા તપ બંને કરતાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આજ્ઞા એ ધર્મ તથા તપના આચરણને શુધ્ધ કરનાર છે.
સામાયિક, પ્રતિક્રમણ, વંદણા, સ્તુતિ, ભક્તિ આદિ પ્રકારની ધર્મપ્રવૃત્તિ જો આજ્ઞારહિતપણે સ્વચ્છંદથી કરવામાં આવે છે, તો મોટાભાગે તેનાથી સંસાર ક્ષય થતો નથી, પણ વધતો જાય છે. બધી ધર્મક્રિયાઓ, શુભ પ્રવૃત્તિઓ સ્વચ્છેદ કરવામાં આવે તો જીવ અનાદિકાળથી રમતી રહેલી સંસારસુખ ભોગવવાની વાસનાને લીધે ધર્મપ્રવૃત્તિથી નીપજતા પુણ્યને સંસારી ઇચ્છા પૂરી કરવામાં વાપરી નાખે છે. અને આત્મશુદ્ધિ મેળવવા માટે પુણ્ય રહેવા દેતો નથી. આમ ધર્મ પ્રવૃત્તિના કારણે સંસારી પુણ્યબંધનો જથ્થો ખૂબ વધતો જાય છે, અને દેવલોકાદિના સુખ ભોગવવામાં કાળ ચાલ્યો જાય છે. પછીથી પુણ્ય પરવારતાં દુ:ખની ખાઈ તો ઊભી જ હોય છે. વળી, સ્વછંદથી કરેલી શુભ પ્રવૃત્તિના કારણે જીવનો માનકષાય વધે છે, એટલું જ નહિ પણ જે નવાં શુભ કર્મબંધન થાય છે, તેનાં ઉદય વખતે જીવની સંસારની આસક્તિ શાતાના ઉદયને કારણે ખૂબ વધી જાય છે. અને પોતાનાં સ્વરૂપની પ્રતીતિ કરવાની તેની ભાવના મહદ્ અંશે દબાઈ જાય છે. તેથી સ્વચ્છંદનો ત્યાગ કરી, સદ્ગુરુની આજ્ઞાપૂર્વક ધર્મ આચરવા યોગ્ય છે તે ભારપૂર્વક સમજાવવા માટે શ્રી પ્રભુએ આપણને આણાએ ધમ્મો' એ સૂત્ર આપ્યું છે. સદ્ગુરુની માથા પર છાયા હોય તો શિષ્યને
૩૪૫.