________________
કેવળી પ્રભુનો સાથ
આર્તપરિણામથી મુક્ત થઈ, ચિત્તની સ્થિરતા મેળવે એ માટે સતત પ્રયત્નવાન રહે છે. આ પ્રયત્ન કરતી વખતે તેઓ ઉચ્ચ કે નીચ દશાના ભેદથી પર બની, માનભાવથી અલિપ્ત થઈ, માત્ર કલ્યાણભાવથી પ્રેરાઈને પ્રવૃત્ત રહેતા હોય છે. આ રીતે શાતા આપવાની પ્રવૃત્તિ કરવી તે વૈયાવચ્ચ ગણાય છે. આવી સેવા ગુણપોષક, ગુણવર્ધક અને કષાયોથી પર રાખનાર હોવાથી સેવા કરનાર માટે તે આંતરતા ગણાય છે. જ્યાં સુધી જીવમાં કલ્યાણભાવ સાથેની સેવા કરવાની વૃત્તિ બળવાન થતી નથી, ત્યાં સુધી તે જીવ સાચા અર્થમાં વૈયાવચ્ચ કરી શકતો નથી. તેના શુભ કલ્યાણભાવને કારણે એ પરમાણુઓ વ્યથિત મુનિને શાતા આપવા સમર્થ થાય છે. અને વૈયાવચ્ચ સફળ થઈ ગણાય છે. કેટલીક વખત અશાતાનો ઉદય મુનિને એટલો બધો બળવાન હોય છે કે માત્ર બોધ, સત્સંગ કે ભક્તિ આદિ ચિત્તની સ્થિરતા કેળવવામાં સફળ થતાં નથી, તેને પ્રસંગે તેમને બાહ્ય શાતાના નિમિત્તો જેમકે અંગ દબાવવા, પંપાળવા, આદિ દ્વારા સાથ આપવામાં આવે તો સ્થિરતા ઝડપથી આવે, એવાં નિમિત્તો આપવા માટે શારીરિક સેવાનો પણ આ તપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ચોથું આંતરતા છે સ્વાધ્યાય. સ્વ + અધિ + આય શબ્દોની સંધિથી સ્વાધ્યાય શબ્દ મળે છે. સ્વ એટલે પોતાનું. અહિ એટલે જ્ઞાન. અને આય એટલે પ્રાપ્ત થવું. પોતા સંબંધી જ્ઞાન મેળવવું એ જ સ્વાધ્યાયનો અર્થ કહી શકાય. આ તપમાં જીવ એવા પ્રકારનો અભ્યાસ કરે છે કે જેનાં ફળરૂપે તેનાં જ્ઞાનનાં આવરણો ક્ષીણ થતાં જાય છે. સાથે સાથે આત્માને સમ્યક્ માર્ગ મેળવવાની સમજણ વધતી જાય છે, અને આત્મશુદ્ધિ કરવા માટે જરૂરી આત્માનુભૂતિ પ્રગટાવવા માટેનો રાહ તેને સ્પષ્ટ થઈ જાય છે. આ તપનાં પ્રભુએ પાંચ ભેદ વર્ણવ્યા છે. તે છે વાંચવું, પૂછવું, અનુપ્રેક્ષા કરવી, આમ્નાય અને ધર્મોપદેશ. શ્રી તીર્થંકર પ્રભુના બોધને અવધારી, મહામુનિઓએ જે અધ્યાત્મ ગ્રંથોની રચના કરી છે; તે ગ્રંથોને વાંચી, શક્ય તેટલાં ઊંડાણથી તેને સમજવાનો પ્રયત્ન કરવો તે વાચના સ્વાધ્યાય. આ રીતે અભ્યાસ કરવા છતાં અમુક ભાગ સાધકથી સમજાયા વિનાનો રહી જાય છે, તે સ્વાભાવિક છે. આ સમજાયા વિનાના ભાગને વિશેષજ્ઞને પૂછી અધૂરી રહેલી સમજણ મેળવી લેવી તે પૃચ્છા વિભાગમાં
३४०