________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
મળે છે. વળી, આત્મગુણ દર્શાવનારા વિશેષણોનો ઉપયોગ પણ સંક્ષેપ થયો હતો. તે બધાંને સ્થાને શાંતિવાચક શબ્દો, અંતરંગ શાંતિ સૂચવતા શબ્દો વિશેષતાએ વપરાયેલા મળે છે. જેમકેસહજાત્મસ્વરૂપ (આંક ૬૫૩), ૐ (આંક ૮૧૦), નિર્વિકલ્પ (આંક ૮૪૩); ૐ શાંતિ (આંક ૮૯૬); પરમ શાંતિઃ (આંક ૯૧૨); ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (આંક ૯૧૫), વગેરે વગેરે. પણ મોટાભાગના પત્રોમાં તો દસ્કતની જગ્યાએ કંઈ હોતું નથી, તે જગ્યા ખાલી જ પડેલી હોય છે. આ પ્રકારનાં દસ્કતો તેમનામાં વિકસેલા નિર્માનીપણાનો તથા નિર્મમપણાનો આપણને લક્ષ કરાવે છે. અને તે વિકાસ થવામાં તેમનામાં જે ધર્મનું મંગલપણું તથા સહુ માટેની કલ્યાણભાવના આવિષ્કાર પામેલ તે મુખ્ય કારણ ગણી શકાય. પોતે પોતાની અંગત ઇષ્ટાનિષ્ટ માન્યતાને એક બાજુ રાખી, પ્રભુની આજ્ઞા અને ઇચ્છા પ્રમાણે સતત વર્તન કરવાનો પુરુષાર્થ રાખ્યો હતો. આ પુરુષાર્થને કારણે જીવને ઓછામાં ઓછા કર્મબંધ કઈ રીતે વર્તવાથી થાય તેની સૂક્ષ્મ જાણકારી તેમને પ્રગટી હતી. આ જાણકારીનો લાભ લઈ તેઓ એવી વ્યવહારશુદ્ધિ અને પરમાર્થશુદ્ધિથી વર્તતા હતા કે જેથી તેમને તથા અન્યને અલ્પમાં અલ્પ કર્મબંધ થાય, અને વિશેષમાં વિશેષ કર્મનિર્જરા થાય.
વિ. સં. ૧૯૫૭ના ચૈત્રવદ પાંચમના રોજ આવી મહાન વિભૂતિનો દેહોત્સર્ગ રાજકોટમાં થયો. તે અંતિમ સ્થિતિનું વર્ણન કરતાં તેમના નાના ભાઈ શ્રી મનસુખભાઈએ લખ્યું હતું કે, –
“દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકરભાઈ, નરભેરામ, હું વગેરેને કહ્યું, ‘તમે નિશ્ચિંત રહેજો. આ આત્મા શાશ્વત છે, અવશ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંતિ અને સમાધિપણે પ્રવર્તશો. જે રત્નમય વાણી આ દેહ દ્વારાએ કહી શકાવાની હતી, તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો.' આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે રાગને કારણે ચેતી શક્યા નહિ ... રાત્રે અઢી વાગે અત્યંત શરદી થઈ, તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે, “નિશ્ચિંત રહેજો. ભાઈનું સમાધિમૃત્યુ છે.' ઉપાયો કરતાં શરદી ઓછી થઈ ગઈ. પોણા આઠ વાગે સવારે દૂધ આપ્યું. તે તેઓએ લીધું. તદ્ન સંપૂર્ણ
૩/૯