________________
કેવળી પ્રભુનો સાથ
સંયમ મેળવતા હોવા છતાં આત્માના ભાવો પર યથાર્થ સંયમ કેળવી શકતા નથી. અને લબ્લિસિદ્ધિથી આકર્ષાઈ, તેનો સ્વછંદે ઉપયોગ કરી પોતાના માનભાવને વધારી કલ્યાણથી અમુક અંશે વિમુખ થતા હોય છે. આમ છતાં આંતરસંયમ વધારવા માટે યોગમાર્ગે બાહ્ય સંયમ વધારવાનો પુરુષાર્થ સાધકને ઘણા અંશે મદદરૂપ થતો હોય છે, તે આપણે સ્વીકારવું જોઈએ. યોગમાં મુખ્યતાએ કાયા પર વિશેષ સંયમ લેવામાં આવે છે, વચન પર તેથી ઓછો સંયમ હોય છે અને મન પર સહુથી ઓછો સંયમ કેળવાતો હોય છે. તેથી યોગસાધના કરનારને સામાન્યપણે ક્રોધ કષાય વિશેષ વર્તતો હોય છે, સાથે સાથે તે સાધકને પોતાનું ધાર્યું કરવાની જીદ પણ આવતી હોય છે, પરિણામે જ્યાં ઇચ્છા વિરુધ્ધ થાય ત્યાં માનકષાય ઘવાતાં તેનો ક્રોધ કષાય ભભૂકી ઊઠે છે, અને તે સાધક આવેશમાં આવી, પોતાની શક્તિનો દુરુપયોગ કરી અન્ય જીવોને કલેશ પહોંચાડતો હોય છે. આમ યોગમાર્ગને તેનાં પોતાનાં ભયસ્થાનો છે. જગપ્રસિદ્ધ દુર્વાસામુનિ યોગમાર્ગના જાણકાર હોવા છતાં કષાય રહિત થઈ શકયા ન હતા તે સર્વવિદિત વાત છે.
આ સર્વ વિચારણા પછી “આજ્ઞા'માં માર્ગ સમાયો છે એ વિધાન ઉપર વિચાર કરીએ છીએ ત્યારે આપણને લક્ષ આવે છે કે ઉપર જણાવેલા ચારે માર્ગના ગુણો આજ્ઞામાર્ગમાં સંકલિત થયેલા જોવામાં આવે છે, અને તે ચારેમાં જોવા મળતાં ભયસ્થાનોથી આ માર્ગ સુરક્ષિત થયેલો છે.
આજ્ઞામાર્ગ એટલે જે માર્ગમાં આપ્ત પુરુષમાં કે સત્પષમાં સાધકને તેના જ્ઞાનીપણાની ખાતરી થઈ હોય, તેઓ મને સાચું માર્ગદર્શન આપનાર છે તેવું શ્રદ્ધાન પ્રગટયું હોય, તેમના માટે ખૂબ પૂજ્યભાવ અને અહોભાવ વર્તતાં હોય અને પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે તેમના ચિંધેલા માર્ગે ચાલવાની ઇચ્છા પ્રગટી હોય. આ રીતે વર્તન કરી, પોતાની સ્વચ્છંદી ઇચ્છાઓને ગૌણ કરતા જવી અને માર્ગદર્શક ગુરુની કલ્યાણકારી ઇચ્છાઓને આધીન થઈ નિયમિતપણે વર્તતા રહેવું તેનું નામ આજ્ઞામાર્ગ. આ માર્ગમાં ચાલવા માટે જીવમાં ગુરુ માટે ભક્તિ પ્રગટવા ઉપરાંત ગુરુના કહ્યા પ્રમાણે વર્તવાની ઇચ્છા અને શક્તિ બંનેની જરૂરત રહે છે. અને એ માટે આત્માની અમુક
૩૩૦