________________
આણાએ ધમ્મો, આણાએ તવો
યથાર્થ પાલન કરવું એ જ સાચો ધર્મ છે, અને એ જ રીતે તેમની આજ્ઞા અનુસાર, વર્તવું એ જ સાચું તપ છે. આ વચનને થોડા ઊંડાણથી વિચારીએ તો જણાય છે કે, આજ્ઞાનું આરાધન કરવાથી જીવ ધર્મ – સ્વરૂપસ્થિતિને પામે છે, અને આજ્ઞાનું પાલન કરવાથી જીવ તપનું આચરણ કરી પૂર્વ ગ્રહિત કર્મોની નિર્જરા કરી શકે છે.
પોતાના જીવન દરમ્યાન સર્વ ધર્મનો અભ્યાસ કરી શ્રી કૃપાળુદેવે જિનોક્ત માર્ગ સર્વશ્રેષ્ઠ છે એવો નિર્ણય કર્યો હતો. શ્રી આનંદઘનજીએ જિનમાર્ગને દેહના મુખ્ય અંગ મસ્તકરૂપ ગણાવ્યો છે, અને અન્ય દર્શનોને દેહનાં હાથ, પગ, પેટ આદિ અન્ય અવયવો રૂપ ગણાવ્યાં છે. શ્રી હરીભદ્રાચાર્યે પણ છએ દર્શનનો અભ્યાસ કરી જિનમાર્ગને ઉત્તમ કહેલ છે. આમ ષડદર્શનના ઊંડા અભ્યાસી તત્ત્વવેત્તાઓને જિનમાર્ગ સદાકાળ માટે આરાધ્ય જણાયો છે. આ માર્ગના પ્રવર્તક છે શ્રી જિનદેવ.
કૃપાળુદેવને જિનમાર્ગ સર્વશ્રેષ્ઠ માર્ગ જણાયો હતો; અને જિનપ્રભુના નિર્દેશેલા માર્ગે તેઓ ચાલ્યા હતા, અને મહદ્ મહદ્ અંશે પોતાના આત્માની શુદ્ધિ કરી શકયા હતા. શ્રી જિનેશ્વર ભગવાને “આજ્ઞા’ માર્ગને જીવના કલ્યાણ માટે શ્રેષ્ઠ કહ્યો છે, અને અનેક જ્ઞાની ભગવંતોએ પણ મુક્તિ મેળવવા માટે એ જ માર્ગ નિર્દશ્યો છે, એવી મતલબનાં કેટલાય વચનો શ્રી રાજપ્રભુનાં પત્રોમાં ઢંકાયેલા જોવા મળે છે. એટલું જ નહિ પણ, સં. ૧૯૫૨ની સાલથી પ્રત્યેક વર્ષના અમુક મહિના ગુજરાતના ગામોમાં નિવૃત્તિ અર્થે અને આત્મ આરાધન અર્થે તેઓ ગાળતા હતા. તે વખતે તેઓ લોકોને ધર્મબોધ આપતા હતા, ત્યારે પણ તેઓ લોકોને પોતાના અનુભવના આધારે જણાવતા હતા કે ‘ગુરુની આજ્ઞા’ એ ચાલવાથી જીવનું જલદીથી કલ્યાણ થાય છે, અને આજ્ઞારાધનનો માર્ગ સર્વોત્તમ સાબિત થયો છે; તે તેમના પત્રો તથા ઉપદેશની લેવાયેલી નોંધમાંથી આપણે જાણી શકીએ છીએ, -
“સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે, જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેમણે આમ અમને કહ્યું છે કે, “ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા.” (પોષ ૧૯૪૭, આંક ૧૯૪).
૩૨૩