________________
કેવળી પ્રભુનો સાથ
તરીકે, શાશ્વત સનાતન આત્માનું સુખ મેળવવા માટે શ્રી જિનદેવે જે જે સાધનોનો જે જે પ્રકારે ઉપયોગ કરવા જણાવ્યું છે, તે તે સાધનોનો તે તે રીતે આજ્ઞા લઈ, પ્રમાણિક હિતબુદ્ધિથી ઉપયોગ કરી આત્માને અવ્યાબાધ આત્મિક સુખનો અનુભવી કરવો એ સર્વ કલ્યાણઇચ્છુક જીવોનું કર્તવ્ય છે. એ કર્તવ્ય પાલનમાં આત્મધર્મ સમાઈ જાય છે.
આવા વિશેષ અર્થમાં પ્રયોજાયેલા “ધર્મ' શબ્દના અનેક અર્થ આપણી ભાષામાં પ્રચલિત છે. ધર્મ એટલે ફરજ કે કર્તવ્ય; ધર્મ એટલે સ્વભાવ; ધર્મ એટલે સદાચાર અને નીતિ વિષયક સમજણ; ધર્મ એટલે મરણ, ઈહલોક, પરલોક, ઈશ્વર આદિ વિશે ગૂઢ જ્ઞાન; ધર્મ એટલે શાસ્ત્રોક્ત વિધિનિષેધ અને આચાર સંહિતા; ધર્મ એટલે ગુણ અને લક્ષણ; ધર્મ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાંનો એક; ધર્મ એટલે પુણ્ય, દાન પ્રવૃત્તિ; ધર્મ એટલે સંપ્રદાય, ધર્મમત આદિ વગેરે વગેરે.
ધર્મના આમાંના કોઈ એક અર્થને સ્પર્શીને નહિ, પરંતુ તે સર્વના એકત્રિતપણા સહિત, શ્રી જિનદેવે આ સંસારનાં અનંતે પ્રકારનાં દુ:ખથી મુક્ત થઈ, પરમ સનાતન સુખ મેળવવાનો જે રાહ બતાવ્યો છે તે રાહનું – તે ધર્મનું સ્વરૂપ, તેનું મૂળ, તે ધર્મ પાલનથી થતા લાભ કે ફાયદા અને તે ધર્મ આચરવાની રીત ગ્રાહ્ય કરવી તે આપણો આ પ્રકરણનો વિષય છે.
આ પ્રમાણે તપના પણ અનેક પ્રકાર સમજી શકાય તેમ છે. આચાર્ય શ્રી જયસેને તપની વ્યાખ્યા આપી છે કે, “સમસ્ત રાગાદિ પર ભાવોની ઇચ્છાના ત્યાગ વડે સ્વરૂપમાં પ્રતપન કરવું – વિજયન કરવું એ તપ છે.” આનો અર્થ આપણે એમ કરી શકીએ કે સર્વ પ્રકારના રાગ અને દ્વેષથી ભરેલા ભાવોને છોડી દઈ, પોતાના શુધ્ધ સ્વરૂપમાં લીન થવું અર્થાત્ સ્વસ્વરૂપની સિદ્ધિ કરવી એ તપ છે. બીજી રીતે કહીએ તો આત્મલીનતાથી વિભાવો અને વિકારો પર જય મેળવવો એ તપ છે. સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને સંસારનાં સુખ મેળવવા માટે, સંસારમાં જણાતા શાતાના ઉદયો ભોગવવા માટે સતત ઇચ્છા થયા કરતી હોય છે. એટલું જ નહિ પણ, તે
૩૨૦