________________
કેવળી પ્રભુનો સાથ
આવે તો તેની પડવાઈ કેવી રીતે થાય છે, આવી પડવાઈથી બચવા શું કરવું જોઈએ, તેની સમજૂતી પણ મળે છે. તે ઉપરાંત જીવે ભાવિમાં ક્ષપક શ્રેણિ માંડી ઘાતકર્મથી પૂર્ણતાએ નિવૃત્ત થવાનું છે, તે નિવૃત્તિ વિનાવિને મેળવવા જીવે કેવો પુરુષાર્થ કરવો ઘટે, શ્રેણિમાં કેવો પુરુષાર્થ હોવો જોઇએ, શ્રેણિની પૂર્વ તૈયારી કરવા છઠ્ઠા સાતમા ગુણસ્થાને વર્તતાં જીવે કેવા ભાવ અને વર્તન રાખવાં જોઇએ, આત્મસ્થિતિ કેવી હોવી જોઇએ, આ ભાવ કરવામાં અને વર્તના રાખવામાં જો દોષ પ્રવર્તે તો ઉપશમ શ્રેણિ કેવી રીતે આવી જાય, ઉપશમ શ્રેણિએ જનાર જીવની પડવાઈ કેવી રીતે થાય, તેને ક્યા દોષનું ક્યા પ્રકારે ફળ મળે, તે સર્વ પડવાઈથી બચવા જીવે શી તકેદારી રાખવી જોઇએ, એ સર્વ ગુણદોષની જાણકારી આપતાં કેવાં પ્રતિકોનાં દર્શન જીવને આવતાં હોય છે વગેરે વગેરે વિશેની પ્રાથમિક સમજણ તેમને શ્રી સિદ્ધપ્રભુ પાસેથી મળતી જાય છે. અને તેમને જઘન્ય શ્રુતકેવળીપણું તેની નિશાનીઓ સાથે મળે છે. તેમને વર્તતા કલ્યાણભાવનું અનુસંધાન પૂર્વના સિદ્ધ થયેલા તીર્થંકર પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓ સાથે થતું હોવાથી, આ સર્વ જ્ઞાન તેમને મુખ્યતાએ સ્વયં થતું જતું હોય એમ જણાય છે. અને તે પ્રક્રિયા તેમને મોક્ષમાર્ગની સરળતા, સહજતા, સુગમતા આદિનું પ્રત્યક્ષપણું કરાવતી જાય છે. જેમ જેમ શ્રી પ્રભુનો આત્મિક પુરુષાર્થ વધતો જાય છે, તેમ તેમ તેમનું જઘન્ય શ્રુતકેવળીપણું વધતાં વધતાં કાળે કરીને ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણામાં પલટાતું જાય છે.
આ રીતે અંતરંગ પુરુષાર્થમાં રાચતાં શ્રી પ્રભુનો કલ્યાણભાવ ઉત્કૃષ્ટતાએ પહોંચે છે ત્યારે ભાવિમાં કલ્યાણકાર્ય કરવાનું કર્મ નિકાચીત સ્વરૂપ ધારણ કરે છે; તે વખતે આ કર્મ ‘તીર્થકર નામકર્મ' તરીકે ઓળખાય છે. ભાવિમાં તીર્થ પ્રવર્તાવવાનું કર્મ નિકાચીત થાય છે ત્યારે તેમને “તીર્થકર નામકર્મ'નો બંધ પડ્યો એમ કહેવાય છે. તે જીવમાં જ્યાં સુધી લોકકલ્યાણનો ભાવ અમુક માત્રામાં ચૂંટાતો નથી, શ્રુતકેવળીપણું અને સપુરુષનું પદ પ્રગટતાં નથી ત્યાં સુધી સામાન્યપણે જીવનું તીર્થકર નામકર્મ બંધાતું નથી. આ નામકર્મ બંધાયા પછી નિશ્ચિત થાય છે કે ભવિષ્યમાં કેવળજ્ઞાન મેળવ્યા પછી આ જીવ નિયમપૂર્વક સર્વ જીવનું કલ્યાણ કરવા પ્રવર્તશે, સનાતન આત્મધર્મની
૩૨.