________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
પ્રત્યે જ દૃષ્ટિ આવે છે, પણ લખનારનો જન્મથી લક્ષ એવો છે કે એ જેવું એક્કે જોખમવાળું પદ નથી, અને પોતાની તે કાર્યની યથાયોગ્યતા
જ્યાં સુધી ન વર્તે ત્યાં સુધી તેની ઇચ્છામાત્ર પણ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તવામાં આવ્યું છે. માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઇકને સમજાવ્યું છે, તથાપિ કોઇને એક વ્રતપચ્ચખાણ આપ્યું નથી, અથવા તમે મારા શિષ્ય છો, અને અમે ગુરુ છીએ એવો ઘણું કરીને પ્રકાર દર્શિત થયો નથી. કહેવાનો હેતુ એવો છે કે સર્વસંગપરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજસ્વભાવે ઉદયમાં આવે તે કરવી એવી માત્ર કલ્પના છે. તેનો ખરેખરો આગ્રહ નથી, માત્ર અનુકંપાદિ તથા જ્ઞાનપ્રભાવ વર્તે છે તેથી ક્યારેક તે વૃત્તિ ઊઠે છે, અથવા અલ્પાંશે અંગમાં તે વૃત્તિ છે, તથાપિ તે સ્વવશ છે. અમે ધારીએ છીએ તેમ સર્વસંગપરિત્યાગાદિ થાય તો હજારો માણસ મૂળમાર્ગને પામે, અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે. ધર્મ સ્થાપવાનું માન મોટું છે; તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણીવાર તાવી જોતાં તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે, અને કંઇક સત્તાગત રહ્યો હશે તો ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે, કેમકે યથાયોગ્યતા વિના, દેહ છૂટી જાય તેવી દઢ કલ્પના હોય તો પણ, માર્ગ ઉપદેશવો નહિ, એમ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહાદિ ત્યાગ કરવાનો વિચાર રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશવો અથવા સ્થાપવો હોય તો મારી દશા યથાયોગ્ય છે. પણ જિનોક્ત ધર્મ સ્થાપવો હોય તો હજુ તેટલી યોગ્યતા નથી, તો પણ વિશેષ યોગ્યતા છે, એમ લાગે છે.” (ભાદરવો ૧૯પર. આંક ૭૦૮).
આ સુદીર્ઘ અવતરણના અભ્યાસથી કૃપાળુદેવની આંતરદશા આપણને બરાબર સમજાય છે. તેમની વીતરાગતા, અસંગપણું, માર્ગ પ્રકાશવાની ઉત્કંઠા, છતાં પાત્રતા
૨૯૭