________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
પાસે હોય તો જ બીજાને આપી શકાય ને? આ વર્ષમાં તેમનો જ્ઞાનનો ઉઘાડ ઘણો વધ્યો હતો, સાથે સાથે માર્ગની જાણકારી ઊંડી થઈ હતી, તે આપણે તેમણે લખેલાં અનેક પત્રોમાંથી જાણી શકીએ છીએ. માર્ગની આવેલી જાણકારીનો યથાર્થ ઉપયોગ પરહિતાર્થે કરવા માટે સર્વસંગ પરિત્યાગ જરૂરી છે તે તેમને સ્પષ્ટ હતું. તેથી તે ત્યાગ ન થાય ત્યાં સુધી મૌનપણે પોતાની આત્મદશા વધારતા જવી એવી ભાવના તેમણે રાખી હતી. તેમની સ્થિતિ તેમના જ શબ્દોમાં જોઇએ, –
“પ્રાપ્ત થયેલાં સસ્વરૂપને અભેદભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું ... છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી; પરંતુ યોગ (મન, વચન, કાયા)થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે, અને તેમ થયે એ દેશ અનુભવાશે, અર્થાત્ તેમાં જ રહેવાશે; પરિપૂર્ણ લોકાલોકજ્ઞાન ઉત્પન થશે; અને એ ઉત્પન્ન કરવાની આકાંક્ષા રહી નથી .. સંપૂર્ણ સ્વરૂપજ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે ... હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શકવાના નથી; તો લખી ક્યાંથી શકીશું? ... મુક્તિયે નથી જોઈતી, અને જૈનનું કેવળજ્ઞાનેય જે પુરુષને નથી જોઈતું, તે પુરુષને પરમેશ્વર હવે ક્યું પદ આપશે? એ કંઈ આપના વિચારમાં આવે છે? આવે તો આશ્ચર્ય પામજો; નહીં તો અહીંથી તો કોઈ રીતે કંઈ યે બહાર કાઢી શકાય તેમ બને તેવું લાગતું નથી.” (માગશર વદ અમાસ ૧૯૪૭. આંક ૧૮૭)
અમારી વૃત્તિ જે કરવા ઇચ્છે છે, તે નિષ્કારણ પરમાર્થ છે, એ વિશે વારંવાર જાણી શક્યા છો; તથાપિ કંઈ સમવાય કારણની ન્યૂનતાને લીધે હાલ તો તેમ કંઈ અધિક કરી શકાતું નથી.” (પોષ સુદ ૧૪, ૧૯૪૭. આંક ૧૯૨)
૨૫૧