________________
કેવળી પ્રભુનો સાથ
નેમ છે. અને આવતા ઉપાધિના ઉદયોમાં પણ તેમનો સમભાવ સતત વધતો રહે એ માટે તેઓ સતત સજાગ રહે છે. પોતાનાં ચારિત્રની ખીલવણી યથાર્થતાએ થાય તે માટે તેઓ પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓનાં વર્તનને આદર્શરૂપે સ્વીકારી, અંતરંગ છૂટવાની તાલાવેલી જાળવી રાખે છે; અને ચારિત્રમોહનો જલદીથી નાશ કરવા પ્રયત્નવાન રહે છે. તેઓ સંસારસુખના નકારને અને વીતરાગતાને બળવાન કરતા જાય છે. તેમને સંસારનો કંટાળો વર્તતો હતો, પણ તેના ઉદય સાથે સમાધાનવૃત્તિ કેળવવાની શરૂઆત આ વર્ષમાં આપણને જોવા મળે છે. સં. ૧૯૪૫માં તેમને સ્ત્રીનું જે આકર્ષણ વેદાતું હતું, સ્ત્રી સિવાય અન્ય કોઈ પદાર્થ તેમને રોકી શકતો ન હતો, તે આકર્ષણ સં. ૧૯૪૮માં નહિવત્ બની ગયું હતું. સંસારનો મોહ લગભગ ક્ષીણ થઈ ગયો હતો. તેમને આકર્ષણ રહ્યું હતું સત્સંગ અને આત્મસમાધિનું; જેટલું જલદી આત્માનું શુધ્ધપણું મેળવી શકાય તેટલું જલદી મેળવી સ્વપર કલ્યાણ કરવાની ભાવના પૂરી કરવા તેમનું મન તલસતું હતું. આમ સં. ૧૯૪૮માં તેમને જે આત્માની લગની લાગી હતી તે તેમનામાં વિકસિત થતાં ધર્મનાં મંગલપણાની સાક્ષી પૂરે છે એમ આપણે કહી શકીએ.
“અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, તિથી, અતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે; કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે; તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે.” (ફાગણ વદ અમાસ, ૧૯૪૮. આંક ૩૪૭)
“સમયમાત્ર પણ અપ્રમત્તધારાને નહિ વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે; અને જે કોઈ પણ પ્રકારે વર્તાય છે, તેનું કારણ પૂર્વે નિબંધન ક૨વામાં આવેલો એ ઉદય છે. તે ઉદયને વિશે પ્રીતિ પણ નથી. અપ્રીતિ પણ નથી. સમતા છે.” (ચૈત્ર સુદ ૧૨, ૧૯૪૮. આંક ૩૫૩)
૨૬૨