________________
કેવળી પ્રભુનો સાથ
થયા હતા, તેમની સંસાર પ્રત્યેની સ્પૃહા ખૂબ ઘટતી જતી હતી, અને ધર્મનાં મંગલપણા તથા સનાતનપણાનો અદ્ભુત અનુભવ તેમને રહ્યા કરતો હતો. આથી જ્યોતિષ, અવધાન, લબ્લિસિદ્ધ આદિ વિશેની આસક્તિ નહિવત્ થઈ જાય તે સાવ સ્વાભાવિક લાગે છે. આ અનાસક્તિ વિશે તેમણે શ્રી સૌભાગભાઈને સં. ૧૯૪૮માં લખ્યું હતું કે, –
જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિયોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતાસંબંધી કે પસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે, અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી.” (રવીવાર, ૧૯૪૮. આંક ૩૨૨)
સં. ૧૯૪૮માં અંગત પત્રરૂપે લખાયેલાં આ વચનોના અભ્યાસથી આપણે નક્કી કરી શકીએ એમ છીએ કે શુદ્ધ સમકિત પામ્યા પછીથી તેમની સંસારી પદાર્થો પ્રત્યેની રુચિ સમાધાન પામી ગઈ હતી. તેમનું ચિત્ત સંસારના પ્રસંગોમાં રસ લઈ શકતું ન હતું, તેમનું ચિત્ત તો ચૈતન્યમય બની પરમાર્થની પ્રાપ્તિ કરવામાં અને વધારવામાં એકાકાર થતું જતું હતું. પરિણામે અસંગ થવાની અને પરમ સત્સંગ પામવાની તેમની મહેચ્છા પ્રબળ બનતી જતી હતી. વળી, સંસારની નિરપેક્ષતા વધવા સાથે તેઓ પરમાર્થ સિદ્ધિની લાલચોમાં પણ નિસ્પૃહ રહ્યા હતા. આથી તેમણે પોતાને વરેલી સિદ્ધિઓનો ઉપયોગ કરવાનો અંશ માત્ર વિચાર પણ રાખ્યો ન હતો. લોકો તરફથી સિદ્ધિનો ઉપયોગ કરી, સમૃદ્ધિ માટે માગણી કરવામાં આવે ત્યારે પણ નિસ્પૃહ રહી તેના ઉપયોગની લાલચથી દૂર રહેવામાં કેવું પ્રબળ નિશ્ચયપણું જોઇએ તે સર્વવિદિત છે. આવું વધતું નિશ્ચયબળ તેમનામાં આપણને આ વર્ષથી જોવા મળે છે.
એમને સંસારમાં રહીને અસંગભાવ વધારવાનો હોવાથી જાતજાતની મુશ્કેલીઓ નડતી હતી. ચિત્ત ઉદાસીન રહેતું હોવાથી વ્યવહારમાં યથાયોગ્ય પ્રવર્તન કરી શકતું ન હતું; તેથી સંબંધિત વ્યક્તિને દુભાવાનું કારણ થતું હતું. તેમ કરવાની તો તેમને ઇચ્છા
૨૬૬