________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે. અને તેમાં, જરૂર આત્મદશાને ભૂલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે; જો કે તે દવાના કાળને વિશે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂઝયા કર્યું છે; તો પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઇએ તે દશા ઉદયમાં રહે, તો અલ્પ કાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે; પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તોપણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાના વિશે જે દશા જ્ઞાનીની જોઇએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી.” (પોષ ૧૯૫૧. આંક પ૬૦) “હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આતિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે ... નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ, જો કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજુ તથારૂપ નથી, શિથિલ છે માટે ... તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે.” (ફાગણ વદ ૩, ૧૯૫૧. આંક પ૬૯)
વિ. સં. ૧૯૪૮ આસપાસથી શરૂ થયેલો ઉપાધિયોગ તેમણે સમપણે ત્રણ ત્રણ વર્ષ સુધી વેદવાનો પુરુષાર્થ જારી રાખ્યો હતો, તેનો ઉલ્લેખ આપણને અહીં મળે છે. તે સાથે સાથે માર્ગનો ઉપદેશ કરવા જોઇતી આત્મશુદ્ધિ તથા જ્ઞાનદશા તેમણે પ્રાપ્ત કરી લીધી હતી, ખામી માત્ર હતી સર્વસંગપરિત્યાગની, જેની ઇચ્છા દેઢ થતી ગઈ હતી, તે પણ અહીં જણાય છે. આ ઉપરાંત, આ વર્ષમાં તેમની એક બીજી લાક્ષણિકતા પણ દૃષ્ટિગોચર થાય છે. તેઓ પોતાનું ઇચ્છાબળ ક્રમે ક્રમે ઘટાડતા ગયા છે, અને જેમ બને તેમ ઉદય પ્રમાણે જ વર્તવાની વૃત્તિ તેઓ વધારતા ગયા છે. જે
૨૮૩