________________
કેવળી પ્રભુનો સાથ
વેપારમાંથી નિવૃત્ત થઈ, વેપારનો સઘળો ભાર તથા પૈસાનો વહીવટ તેમના નાનાભાઈ શ્રી મનસુખભાઈને સોંપવાનો નિર્ણય કર્યો હતો, તે પાર પાડવા તેઓએ તેમના ભાગીદારોને પણ જણાવ્યું હતું. પરંતુ તેમની વેપાર આદિની કુશળતાને કારણે ભાગીદારોએ તેમને પૂર્ણ નિવૃત્ત થવાની ના કહી, અને પેઢીના સલાહકાર તરીકે ચાલુ રહેવા વિનંતી કરી, જે તેમને માન્ય પણ રાખવી પડી હતી. આ પ્રસંગના અનુસંધાનમાં તેમણે હસ્તનોંધમાં લખ્યું છે કે,
—
“મહા સુદ ૭, શનિવાર વિ. સં. ૧૯૫૧. ત્યાર પછી દોઢ વર્ષથી વધારે સ્થિતિ નહિ, અને તેટલા કાળમાં ત્યાર પછી જીવનકાળ શી રીતે વેદવો તે વિચારવાનું બનશે.” (હસ્તનોંધ ૧. પૃ ૯૭)
આમ છતાં આ વર્ષમાં તેમનું મન વેપારાદિ સંસારી પ્રવૃત્તિઓમાંથી ઘણું ઊઠી ગયું હતું. તેમને તો જેમ બને તેમ જલદીથી નિવૃત્તિ સ્વીકારવી હતી. તેથી તેઓ આ ભાવ વારંવાર તેમના પત્રોમાં વ્યક્ત કરતા હતા. જુઓ તેમનાં આ વચનો,
-
“આડતનો વ્યવસાય ઉત્પન્ન થયો તેમાં કંઇક ઇચ્છાબળ અને કંઇક ઉદયબળ હતું. પણ મોતીનો વ્યવસાય ઉત્પન્ન થવામાં તો મુખ્ય ઉદયબળ હતું. બાકી વ્યવસાયનો હાલ ઉદય જણાતો નથી. અને વ્યવસાયની ઇચ્છા થવી તે તો અસંભવ જેવી છે.” (કારતક સુદ ૧૪, ૧૯૫૧. આંક ૫૪૦)
૨૮૦
“હાલ વ્યવસાય વિશેષ છે, ઓછો કરવાનો અભિપ્રાય ચિત્તમાંથી ખસતો નથી, અને વધારે થયા કરે છે.” (માગશર વદ ૧, ૧૯૫૧. આંક ૫૪૫) “મોતીના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સંબંધીનું બને તો સારું, એમ લખ્યું તે યથાયોગ્ય છે; અને ચિત્તની નિત્યઇચ્છા એમ રહ્યા કરે છે. લોભ હેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ? એમ વિચારતાં લોભનું નિદાન જણાતું નથી. વિષયાદિની ઇચ્છાએ પ્રવૃત્તિ થાય છે, એમ પણ જણાતું નથી. તથાપિ પ્રવૃત્તિ થાય છે, એમાં સંદેહ નથી. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ