________________
કેવળી પ્રભુનો સાથ
“સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહિ, સૂત્ર અને તેનાં પડખાં બધાંય જણાયા છે.” (કારતક સુદ ૧૪, ૧૯૪૭. આંક ૧૭૦).
આ અવતરણો પરથી આપણને સમજાય છે કે તેમને માર્ગની જાણકારી ઘણા મોટા પ્રમાણમાં આવી ગઈ હતી. અને આત્મદશાની વર્ધમાનતા પણ ત્વરિત ગતિથી થતી જતી હતી. જુઓ તેમનાં આ વચનો –
“એકબાજુથી પરમાર્થ માર્ગ ત્વરાથી પ્રકાશવા ઇચ્છા છે, અને એક બાજુથી અલખ લે'માં સમાઇ જવું એમ રહે છે. અલખ ‘લે'માં આત્માએ કરી સમાવેશ થયો છે. યોગે કરીને કરવો એ એક રટણ છે. પરમાર્થનો માર્ગ ઘણા મુમુક્ષુઓ પામે, અલખ સમાધિ પામે તો સારું અને તે માટે કેટલુંક મનન છે. દીનબંધુની ઇચ્છા પ્રમાણે થઈ રહેશે. અદ્ભુતદશા નિરંતર રહ્યા કરે છે. અબધુ થયા છીએ; અબધુ કરવા માટે ઘણા જીવો પ્રત્યે દૃષ્ટિ છે.” (કારતક વદ ૯, ૧૯૪૭. આંક ૧૭૩)
ઉપરનાં શ્રીમન્નાં વચનોમાં તેમણે આદરેલો પ્રબળ પુરુષાર્થ અને તેનું ફળ એ બંને જોવા મળે છે. “અલખ લે’ એટલે આત્માની લય. તેમાં સમાઈ જવું એટલે પરમાત્માને આજ્ઞાધીન થવું અને પછી તેમની સાથે એકરૂપ થઈ જવું. ‘આત્માએ કરી સમાવેશ થયો છે' એ વચન સૂચવે છે કે તેઓ હવે પ્રભુને આજ્ઞાધીન થઈ ગયા છે; અર્થાત્ તેમને છઠ્ઠ ગુણસ્થાન પ્રાપ્ત થયું છે. એટલે કે ક્ષાયિક પછીના ગણતરીના દિવસોમાં જ (આઠેક દિવસમાં જ) તેમણે છછું ગુણસ્થાન મેળવ્યું હતું. “યોગે કરીને કરવો એ એક રટણ છે' એ વચન સૂચવે છે કે તેમણે હવે મન, વચન, તથા કાયા એકરૂપ કરી, યોગને એક સરખા આજ્ઞાધીન કરી પરમાત્મામાં સમાવી દેવાનું રટણ ચાલે છે. નિર્વિકલ્પ થવાની ભાવના એટલે ૭માં ગુણસ્થાનની પ્રાપ્તિની આતુરતા બતાવી છે.
આ ઉપરાંત પરમાર્થ માર્ગ પ્રકાશવાની તેમની ઇચ્છા પણ તેમણે દર્શાવી છે, છતાં તેમણે મહત્ત્વ તો પોતાની શુદ્ધિની પ્રાપ્તિને આપ્યું છે, કારણ કે પોતા
૨૫