________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
અવિરત સમ્યક્દષ્ટિ, અણુવ્રતી, મહાવ્રતી અને અરિહંત ભગવાનમાં ઉત્તમ ક્ષમાનો પરિણાત્મક (quantitative) ભેદ છે, પણ ગુણાત્મક (qualitative) ભેદ નથી. ક્ષમાના પ્રકાર બે નથી. નિશ્ચય ક્ષમા અને વ્યવહાર ક્ષમા એ કથનશૈલીનો ભેદ છે, ક્ષમાનો નહિ. ક્ષમા અભેદ છે. ઉત્તમ ક્ષમા અકષાયભાવરૂપ છે, વીતરાગરૂપ છે, શુધ્ધભાવરૂપ છે.
ઉત્તમ માર્દવ
ક્ષમાની જેમ માર્દવ પણ આત્માનો સ્વભાવ છે. આત્માના આશ્રયે આત્મામાં જે માનના અભાવરૂપ શાન્તિસ્વરૂપ પ્રગટ થાય છે તેને પણ માર્દવ કહે છે. આત્મા માર્દવસ્વભાવી હોવા છતાં અનાદિકાળથી આત્મામાં માર્દવના અભાવરૂપ માનકષાય પ્રગટપણે વિદ્યમાન જોવામાં આવે છે.
મૃદુતા – કોમળતાનું નામ માર્દવ છે. માન કષાયના કારણથી આત્મસ્વભાવની કોમળતાનો અભાવ થાય છે અને અકડાઈ તથા ઘમંડનો ભાવ ઉદ્ભવે છે. માની જીવની પ્રવૃત્તિનું વર્ણન પંડિત ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ પ્રમાણે કરેલું છે,
“આને માનકષાય ઉપજે ત્યારે બીજાને નીચો તથા પોતાને ઊંચો દર્શાવવાની ઇચ્છા થાય છે. એ અર્થે અનેક ઉપાયો વિચારે છે, અન્યની નિંદા તથા પોતાની પ્રશંસા કરે છે, અનેક પ્રકારે અન્યનો મહિમા મટાડી પોતાનો મહિમા કરવા લાગે છે, ઘણાં ઘણાં કષ્ટ વડે જે ધનાદિનો સંગ્રહ કર્યો હોય તેને વિવાહાદિ કાર્યોમાં એકદમ ખર્ચી નાખે, વા દેવું કરીને પણ ખર્ચે છે, મરણ પછી મારો યશ રહેશે એમ વિચારી પોતાનું મરણ કરીને પણ પોતાનો મહિમા વધારવા પ્રયત્ન કરે છે. જો કોઈ પોતાનું સન્માનાદિક ન કરે તો તેને ભયાદિક દેખાડી, દુ:ખ ઉપજાવી પોતાનું સન્માન કરાવે છે. માનનો ઉદય થતાં કોઈ પૂજ્ય હોય, વડીલ હોય તેમનું પણ સન્માન કરતો નથી. કંઈ વિચાર જ રહેતો નથી. વળી એમ કરતાં પણ અન્ય નીચો તથા પોતે ઊંચો ન દેખાય તો પોતાનાં અંતરંગમાં પોતે ઘણો સંતાપવાન
૧૨૯
—