________________
કેવળી પ્રભુનો સાથ
મુક્તિમાર્ગમાં સત્ય બોલવું અનિવાર્ય નથી, પણ સત્ય જાણવું અને સત્ય શ્રધ્ધવું અને આત્મસત્યના આશ્રયથી ઉત્પન્ન વીતરાગ પરિણતિરૂપ સત્યધર્મ પ્રાપ્ત કરવો એ જરૂરી છે. કેમકે બોલ્યા વિના મોક્ષ લઇ શકાય પણ જાણ્યા વિના, શ્રદ્ધયા વિના, તે રૂપ પરિણતિ કર્યા વિના મોક્ષ થઈ શકતો નથી.
ઉત્તમ સંયમ સંયમ એટલે ઉપયોગને પરપદાર્થથી ખસેડી લઈ આત્મસન્મુખ કરવો; પોતાનામાં જોડવો, પોતાનામાં એકાગ્ર કરવો. ઉપયોગની સ્વલીનતા એ નિશ્ચયથી સંયમ છે. અથવા પાંચ મહાવ્રત, પાંચ સમિતિનું પાલન, ક્રોધાદિ ચાર કષાયનો નિગ્રહ કરવો અને મન, વચન, કાયરૂપ ત્રણ દંડનો ત્યાગ કરવો અર્થાત્ ત્રણ ગુપ્તિ ધારણ કરવી એ સત્તરભેદે સંયમ છે.
સંયમ સાથે જોડેલો ‘ઉત્તમ’ શબ્દ સમ્મદર્શનના સદ્ભાવનો સૂચક છે. જેમ બીજ વિના વૃક્ષની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ, ફલાગમ સંભવિત નથી, તેમ સમ્યક્દર્શન વિના સંયમની ઉત્પત્તિ, સ્થિતિ, વૃધ્ધિ, ફલાગમ શક્ય નથી. સંયમ સમ્યકત્વ સાથે અવિનાભાવી સંબંધ ધરાવે છે. દુ:ખોથી છૂટવાનો સત્ય ઉપાય સમ્યક્દર્શન સહિત સંયમ પાળવાનો છે.
સંયમ એ મહામૂલું રત્ન છે. એને લૂંટવા માટે પંચેન્દ્રિયના વિષયકષાયરૂપી ચોર નિરંતર ચારેબાજુ આંટા મારી રહ્યા છે. તે ચોરોનો પરાભવ કરી એ રત્ન ધારણ કરવાથી ભવોભવનાં બાંધેલા પાપ નાશ પામે છે. આ સંયમ સ્વર્ગ તથા નરકમાં તો છે જ નહિ, વળી પૂર્ણ સંયમ તો તિર્યંચગતિમાં પણ નથી. એકમાત્ર મનુષ્યજન્મ જ એવો છે જેમાં ઉત્તમ સંયમ ધારણ કરી શકાય છે.
આ સંયમ બે પ્રકારે છે. પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ. છકાયના જીવોનો ઘાત અને ઘાતના ભાવોના ત્યાગને પ્રાણીસંયમ કહે છે અને પંચેન્દ્રિયો તથા મનના
૧૬૨