________________
શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં પ્રગટેલું ધર્મનું સર્વોત્કૃષ્ટ મંગલપણું
પૂરતું વીર્ય બચતું નથી. તેમનો આ વિષમ ઉદય એટલો પ્રબળ હતો કે આ ગાળામાં સાહિત્યને લગતી રચનાઓ બહુ જ ઓછી થઈ છે, પરંતુ તેમણે આવેલી મુશ્કેલીઓનો સામનો કરી, કેવી રીતે આત્મવિકાસ સાધ્યો તેમજ પોતામાં ધર્મનું મંગલપણું અવધાર્યું તે જાણવા માટે આ તબક્કો સૌથી અગત્યનો ગણી શકાય તેમ છે.
સં. ૧૯૪૭નાં આખા વર્ષમાં થતી આત્મશુદ્ધિથી તેમને અનુભવાતો ઉલ્લાસ નજરે ચડે છે. વળી, મિથ્યાત્વનો નાશ કરવાના પુરુષાર્થથી મળતી સફળતા પણ તેમણે નોંધી છે. આ વર્ષના કાર્તિક સુદ પાંચમે શ્રી સૌભાગભાઈને તેમણે લખ્યું હતું કે, –
“સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને જ ગાઈ ગયા છે. તે જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહિ જાય ... નિ:શંકપણાની, નિર્ભયપણાની, નિર્મઝનપણાની અને નિસ્પૃહપણાની જરૂર હતી, તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે; અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે; છતાં વળી એથીયે અલૌકિક દશાની ઇચ્છા રહે છે ... અનહદ ધ્વનિમાં મણા નથી ... જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ.” (આંક ૧૬૫) “નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમતત્ત્વનું દર્શન થાય છે, તે પરમતત્ત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું.” (કાર્તક સુદ ૧૨, ૧૯૪૭. આંક ૧૬૭).
આત્માને શુદ્ધ કરવાના ધ્યાનની લગની આપણને તેમનાં આ વચનોમાં જોવા મળે છે. સાથે સાથે તેમને જ્ઞાન તથા દર્શનનાં આવરણો પણ ઘણાં ઘટી ગયાં હતાં તે પણ સમજાય છે. તેમણે લખેલાં આ વચનો પરથી આપણે તારણ કાઢી શકીએ કે જે જ્ઞાન મેળવવા તેઓ મથી રહ્યા છે, તે જ્ઞાનની પ્રાપ્તિ શ્રી સૌભાગભાઈને થઈ ગયેલ છે. વળી, આત્મશુદ્ધિ મેળવવાની તેમની લય એવી બળવાન હતી કે જગત અને જગતનાં કાર્યોને તેઓ સાવ જ નિસ્પૃહતાથી અવલોકી શકે છે. એ પરથી આપણે સમજી શકીએ
૨૪૫.