________________
ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે
સાથે સાથે પોતાનો આત્મા પણ સ્વગુણોમાં રાચતાં શીખતો હોવાથી સ્વપર જીવની દૂભવણી અટકતી જાય છે. અને એ માત્રામાં સહુ સાથેનો મૈત્રીભાવ સ્વીકારી શિષ્ય પોતાની અહિંસાની ભાવનાને પુષ્ટિ આપે છે.
ક્ષમાભાવની સાથે શિષ્ય શ્રી ગુરુના આશ્રયે માદેવધર્મ કેળવતાં શીખે છે, એટલે કે તે પોતાના આત્માને ખૂબ કોમળ તથા નમ્ર બનાવતો જાય છે. બીજાના દુઃખને જોઈ શિષ્ય તે દુઃખથી છૂટે એવી કરુણા તેના ખીલતા કોમળભાવને કારણે ભાવે છે. વળી ભૂતકાળમાં તે જીવ તરફથી પોતાને દૂભવણી થઈ હોય છતાં ક્ષમાભાવ ધારણ કરી તેને શાતા મળે એવા શુભભાવ તે પોતાની ખીલતી નમતાને કારણે એવી શકે છે. તે પોતાને અન્યથી ઊંચો કે નીચો માનવાને બદલે સમાન આત્મભાવે જોતાં શીખે છે, અને એ દ્વારા પોતામાં પ્રવર્તતા માનભાવને તોડી કરુણા અને કોમળતાને પ્રાધાન્ય આપતાં શીખે છે. આને લીધે તે બીજા જીવો માટે અનુભવાતા તુચ્છકારના કે ધિક્કારના ભાવને ત્યાગી કરુણા અને કલ્યાણના ભાવને ભાવતા શીખે છે. અને એ દ્વારા પોતાની અહિંસાને વિસ્તૃત કરે છે. જીવ જ્યારે અન્ય જીવ સામે તુચ્છકાર કે ધિક્કારની લાગણી વેદે છે ત્યારે તેને તે વ્યવહારમાં પ્રગટ કરે છે અને એ દ્વારા અન્યને દૂભવી, ક્લેશિત કરી હિંસાચરણ કરે છે. વળી પોતામાં પણ એ અશુભ લાગણીને પોષી પોતાને સ્વરૂપથી અળગો કરી પોતા પ્રત્યે પણ હિંસા આચરે છે. તેનાં પરિણામે કેટલીકવાર તે સ્થૂળ હિંસાચરણમાં પણ સરી પડે છે અને બળવાન વેર બાંધી પોતાનું અને અન્યનું ખૂબ બૂરું કરે છે. તેનાથી વિરુધ્ધ શ્રી સદ્ગુરુના આશ્રયે માર્દવ અને નમતાના ગુણને ખીલવી, આવી સ્વપર હિંસા કરતો છૂટી જાય છે અને અહિંસાનું પોષણ કરે છે, જે તેને ભાવિમાં કલ્યાણમાર્ગમાં પૂર્ણ શુદ્ધિ સુધી લઈ જાય છે.
આ જ પ્રમાણે આત્માના આર્જવ ગુણને ખીલવી જીવ પોતામાં ઘર કરી ગયેલા માયાચારને દેશવટો આપે છે. જીવ પોતાનાં સંસારી કાર્યને સિધ્ધ કરવા અનેક પ્રકારે માયાચાર આચરી પોતાને અને પારને અશાતાની છાયામાં રાખે છે. શ્રી ગુરુના માર્ગદર્શનથી જીવ જ્યારે આ માયાચારથી પાછો વળી સદાચાર અને સરળતાને ગ્રહણ કરે છે ત્યારે તે જીવ માયાચારથી થતી દૂભવણી દ્વારા થતી હિંસાની પ્રવૃત્તિથી પાછો
૧૫૧