________________
શ્રી અરિહંતનો મહિમા
છદ્મસ્થ જીવોને એક સમયનું જ્ઞાન સંભવતું નથી. આ ઉપરાંત તેમની આસપાસમાં રહેલા જીવો તથા તેમના સંપર્કમાં રહેલા જીવો તેમનાં નિમિત્ત થકી શુભ ભાવના ભાવતા થાય છે, તે પણ તેમનામાં વિકાસ પામતાં તીર્થસ્થાનનો પરિચય પામે છે એમ કહી શકાય.
આ રીતે પોતાનો આંતર તથા બાહ્ય સંયમ વધારતા વધારતા શ્રી અરિહંત પ્રભુનો આત્મા પૂર્ણ વીતરાગદશા પ્રાપ્ત કરે છે. અને તેઓ પંચ પરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ જે તેમણે પોતામાં એકત્રિત કર્યા હોય છે તેને ૐ ધ્વનિરૂપ બનાવી જગતના જીવોને બોધ સ્વરૂપે ભેટ આપે છે. આ તેમનું એક અને અનન્ય કાર્ય છે. સામાન્ય રીતે જીવ છદ્મસ્થ દશામાં કલ્યાણકાર્ય કરે છે; અને પૂર્ણતા પામ્યા પછી, પૂર્ણ વીતરાગ અવસ્થા આવવાથી તે આત્માનાં મન, વચન તથા કાયા સંપૂર્ણ આજ્ઞાધીન થવાથી તેમનું કલ્યાણકાર્ય લગભગ બંધ થઈ જાય છે, માત્ર પૂર્વનો ઉદય હોય તો જ તેઓ કલ્યાણકાર્ય કરે છે. તેમણે સંચિત કરેલો કલ્યાણભાવ પૂર્ણ થતાં પહેલાં જ લગભગ વપરાઈ ગયો હોય છે, તેથી આપણે કહી શકીએ કે તેમનામાં જન્મેલું તીર્થસ્થાન પૂર્ણતા આવતાં સ્થગિત થઈ જાય છે. ત્યારે શ્રી અરિહંત પ્રભુની બાબતમાં આનાથી જુદું થાય છે. તેઓ છદ્મસ્થ અવસ્થામાં પોતે સેવેલા કલ્યાણભાવથી ગ્રહણ થતા કલ્યાણનાં પરમાણુઓનો સતત સંચય કરતા જાય છે. અને તે સંચિત પરમાણુઓને આંતરબાહ્ય શૈલીથી એકતા કરી, પૂર્ણતા આવ્યા પછીથી ૐ ધ્વનિરૂપે પરિણમાવી કલ્યાણકાર્ય આરંભે છે. અને તેમનાં ચરમ શરીરનું આયુષ્ય હોય ત્યાં સુધી પોતાનાં પૂર્વનાં અતિ બળવાન અને અપૂર્વ કલ્યાણભાવના આધારથી કલ્યાણકાર્ય કરતા રહે છે, પોતામાં જન્મેલા ઉત્તમ પ્રકારનાં તીર્થસ્થાનની પ્રસાદી જગત જીવોને પરમ કૃપા કરી આપતા રહે છે. શ્રી અરિહંત પ્રભુ સિવાયના, ગણધર પ્રભુ સહિતના સર્વ જીવો પૂર્ણતા પામ્યા પછી કલ્યાણકાર્યથી લગભગ નિવૃત્ત થઈ જાય છે.
કેવળજ્ઞાન પ્રગટ થતાં દેવો આવી પ્રભુનાં જ્ઞાનકલ્યાણકની ઉજવણી કરે છે. સામાન્યપણે જ્ઞાન પ્રગટયા પછી તરતમાં અરિહંત પ્રભુ દેશના આપે છે, તેથી
૬૩