________________
કેવળી પ્રભુનો સાથ
મહારાજ પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવી પોતાના આત્માનો ઉધ્ધાર કરવાનો બળવાન પુરુષાર્થ આદર્યો, અને પોતાના આત્માને વિકાસની ટોચે પહોંચાડવા કૃતનિશ્ચયી થયા.
આ પ્રસંગ પરથી આપણને બોધપાઠ મળે છે કે સારું અને ઉત્તમ પ્રાપ્ત કરવું હોય તો વિશાળબુદ્ધિ, સરળતા, ઇન્દ્રિયજય અને જિજ્ઞાસા કેળવવાં જોઈએ. સાથે સાથે હું જાણું છું એવો માનભાવ આદિનો ત્યાગ કરવો તે જીવનાં કલ્યાણ માટે ખૂબ ઉપકારી નીવડે છે. શ્રી આનંદઘનજી મહારાજ અને યશોવિજયજી મહારાજ જેવાં પ્રજ્ઞા કે ભાષાપ્રભુત્વ મારામાં નથી, તેમ છતાં “ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે' એની વિચારણા કરવા પ્રવૃત્ત થઈ છું, તે ધૃષ્ટતા માટે ક્ષમા માગી, મારા ભાવ શ્રી સિદ્ધસેન દિવાકર રચિત કલ્યાણમંદિરની નીચેની પંક્તિ દ્વારા રજૂ કરવા ઇચ્છું છું. –
“અનુભવ કરે તુજ ગુણતણો, જન મોહના ટળવા થકી, નહિ પાર પામે નાથ, તે પણ આપ ગુણ ગણતા કદી, જ્યમ પ્રલયકાળ વડે ખસેલા જળ થકી સમુદ્રનાં ખુલ્લા થયેલા રત્ન ઢગલા, કોથી માપી શકાય ના. દેદિપ્યમાન અસંખ્ય ગુણની ખાણ નાથ તમારી હું, આરંભતો કરવા સ્તુતિ પણ મંદ બુદ્ધિમાન છું; શું બાળ પણ કહેતું નથી લંબાવી બેઉ હાથને, નિજ બુદ્ધિના અનુસારથી, ઉદધિ તણા વિસ્તારને? હે ઇશ! યોગી પણ તમારા ગુણ જે ન કહી શકે, સામર્થ્ય મારું ક્યાંથી વર્ણન મુજથી તેનું થઈ શકે; વિચાર વિણનું કાર્ય આ ગણાય મારું તેહથી,
પણ પક્ષી શું પોતાતણી ભાષા કહો વદતાં નથી?” અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે, એની વિચારણા કરતી વખતે તેના સિવાયનું માનવીનું જીવન કેવું બને છે તેનો ચિતાર આપણને
૧૧૨