Book Title: Kathasahitya 2 Abhishek
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 16
________________ ન મારે વેર કે દ્વેષ સાચા કારણે ય વિખવાદ જાગે, અને કારણ વગર કેવળ મનના કારણે પણ વૈર-વિરોધના વંટોળિયા ઊઠવા લાગે. એટલે આમાં સારાસારનો વિવેક કરવો ઘટે. સમજણ વગર એકને સહાય કરવા જતાં ક્યાંક બન્નેના વૈરાગ્નિમાં પાણીને બદલે ઘી ન રેડાય એનો વિચાર કરવો ઘટે. રાજવી પળવાર મૌન રહ્યા, ઊંડા વિચારમાં ઊતરી ગયા. દૂતની ઉત્સુકતા વધી ગઈ : રાજાજી કેવો ઉત્તર આપશે ? રાજસભા પણ વિચારમાં પડી ગઈ કે આવા શૂરાતન પ્રગટ કરવાના સમયે આપણા રાજવી કેમ મૌન અને વિચારમગ્ન થઈ ગયા ? પરિસ્થિતિની વધુ સ્પષ્ટતા મેળવવા રાજા અશ્વસેને દૂતને કહ્યું “ પણ રાજદૂત, તમે યુદ્ધની, અન્યાયની અને અમારી સહાયની વાત તો કરી, પણ અન્યાયનું કારણ ના કહ્યું. એવું કેમ ન હોય કે તમારા રાજા પ્રસેનજિતની કોઈ ભૂલનું જ આ દુષ્પરિણામ જાગ્યું હોય ? માટે તમારી વાતનું મૂળ રાજસભાને નિવેદિત કરો !” : " દૂતે કહ્યું : “મહારાજ ! કારણ સ્પષ્ટ છે, અને બહુ સબળ પણ છે. પણ અહીં નિવેદન કરતાં સંકોચ થાય છે. ” 4. રાજા અશ્વસેને તરત જ કહ્યું : “દૂત, રાજકાજમાં અને તેમાં ય યુદ્ધનો નિર્ણય કરવો હોય એમાં તો શરમ કે સંકોચને સ્થાન હોય જ નહીં. તમને અન્યાય થયાનું જે કારણ હોય એ વિના સંકોચે સભામાં રજૂ કરો !” ** દૂતને હજી ય વાતની વધુ ચોખવટ કરવી જરૂરી લાગી. એણે વધારે વિનમ્ર બનીને કહ્યું : “સ્વામી ! એ કારણનો સીધો સંબંધ આપની પોતાની સાથે છે, એટલે ભરી સભામાં એનું કથન કરતાં જીભ ઊપડતી નથી. છતાં આપનો એ જાણવાનો આગ્રહ હોય તો એકાંતમાં... ” : પણ દૂતની વાતને વચમાંથી જ અટકાવી રાજા અશ્વસેને કહ્યું “ રાજદૂત ! આ તો યુદ્ધના મામલા ! એમાં રાજસભા અને પ્રજાથી છાની કોઈ વાત ન થઈ શકે. એમને વિશ્વાસમાં લીધા પછી જ પરરાજ્યને યુદ્ધમાં સહાય આપી શકાય. માટે જે કંઈ કારણ હોય તે સ્પષ્ટ નિવેદિત Jain Education International For Private & Personal Use Only . www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 225