________________
વિવેચન
૧૩ આહારના મુદ્દગલો ગ્રહણ કરે, ખલ રસ રૂપે પરિણામ પમાડે ત્યારથી ઔદારિકમિશ્નકાયયોગની શરૂઆત થાય છે. તે જ્યાં સુધી સંપૂર્ણ પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્નકાયયોગ હોય છે. તથા ભાષા પર્યામિ શરૂ કરે ત્યારે, અસત્યામૃષાવચનયોગ પણ શરૂ થાય છે. આ કારણથી ત્રણ યોગ ગણાય છે.
(૩) સંજ્ઞીઅર્યાપ્તા જીવોને વિષે ત્રણ અથવા ચાર અથવા પાંચ યોગ હોય છે.
૧. ત્રણ યોગ - કામણકાયયોગ, ઔદારિકમિશ્નકાયયોગ અને અસત્યામૃષાવચનયોગ.
જે જીવો મરીને મનુષ્ય અને તિર્યંચમાં ઉત્પન્ન થયેલા હોય તે જીવોને ઉત્પત્તિના પહેલા સમયે કાર્મણકાયયોગ હોય છે. ત્યારબાદ આહાર ગ્રહણ કરી સંપૂર્ણ પર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી, ઔદારિકમિશ્નકાયયોગ હોય છે. આ જીવો ભાષા પર્યામિ શરૂ કરે ત્યારે, અસત્યામૃષાવચનયોગની શરૂઆત થાય છે તેથી ત્રણ યોગ ગણાય છે.
(૧) ત્રણ યોગ - કાર્પણ કાયયોગ, ઔદારિકમિશ્રકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ.
જીવો મરીને તિર્યંચ અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય ત્યારે કાર્પણ અને ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. દેવતા અને નારકીમાં જીવ ઉત્પન્ન થાય ત્યારે કાર્પણ અને વૈક્રિયમિશ્રકાય યોગ હોય છે. આ જીવોને સંપૂર્ણ પર્યાતિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી મિશ્રકાયયોગ જાણવો.
(૨) ચાર યોગ - કામણકાયયોગ, ઔદારિકમિશ્રકાયયોગ, ઔદારિકકાયયોગ, વૈક્રિયમિશકાયયોગ.
જ્યારે જીવો તિર્યંચ અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય ત્યારે શરીર પર્યાતિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી કાર્યશકાયયોગ અને ઔદારિકમિશ્રકાયયોગ હોય છે. લબ્ધિ અપર્યાપ્તા જીવોને શરીર પર્યાપ્તિથી પર્યાપ્તો થાય ત્યારે ઔદારિક કાયયોગ હોય છે. આથી ત્રણ યોગ થયા. તથા દેવતા અને નારકીને અપર્યાપ્ત અવસ્થામાં કાર્પણ અને વૈક્રિય મિશ્ર બે યોગ હોય છે. આ કારણે