________________
ર્મગ્રંથ-૪
૧૮
કરે છે માટે એક પ્રકૃતિનું બંધસ્થાન ઘટે છે.
(૬) ચૌદ ગુણસ્થાનક્ને વિષે મૂળ કર્મના ઉદય સ્થાનનું વર્ણન (૧) સંશીપર્યામા સિવાયના બાકીના તેર જીવ ભેદને વિષે એક આઠ કર્મનું ઉદયસ્થાન હોય છે. કારણકે આ જીવોને પહેલું ગુણસ્થાનક હોય અથવા બીજું ગુણસ્થાનક હોય અથવા એક, બે અને ચાર એમ ત્રણ ગુણસ્થાનક હોય છે. જ્યારે આઠ કર્મનો ઉદય દસ ગુણસ્થાનક સુધી કહેલો હોવાથી આ જીવોને આઠનું જ ઉદયસ્થાન ઘટે છે.
(૨) સંજ્ઞીપર્યાપ્તા જીવોને ત્રણ ઉદયસ્થાન હોય છે. જ્યાં સુધી મોહનીય કર્મના ઉદયનો નાશ ન કરે ત્યાં સુધી પહેલું આઠનું ઉદયસ્થાન હોય છે. જ્યારે મોહનીય કર્મનો ઉદયમાંથી નાશ કરે ત્યારે મોહનીય કર્મ સિવાયના સાત કર્મનું બીજુ ઉદયસ્થાન હોય છે. અને જ્યારે તે સાત કર્મના ઉદયમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મનો ઉદય વિચ્છેદ કરશે ત્યારે ચાર આધાતી કર્મરૂપ ચાર કર્મનું ત્રીજું ઉદયસ્થાન હોય છે. (૭) ચૌદ જીવભેદને વિષે મૂળ કર્મની ઉદીરણા સ્થાનનુ વર્ણન
૧. સંશીપર્યામા જીવભેદ સિવાયના બાકીના તેર જીવભેદને વિષે બે ઉદીરણા સ્થાન હોય છે. તે આ પ્રમાણે -
(૧) આઠ કર્મનું ઉદીરણા સ્થાન - આ જીવો પોતાનું આયુષ્ય ઉદયમાં ભોગવતાં હોય છે ત્યારે તેની સાથે તે આયુષ્યની ઉદીરણા પણ ચાલુ હોય છે. તેથી આઠ કર્મની ઉદીરણા ગણાય છે. અને જ્યારે ભોગવાતું આયુષ્ય એક આવલિકા કાળ જેટલું બાકી રહે ત્યારે આયુષ્ય કર્મની ઉદીરણા હોતી નથી. માત્ર ખાલી ઉદય જ હોય છે. તે કારણથી તે છેલ્લા આવલિકા કાળમાં સાત કર્મનું ઉદીરણા સ્થાન હોય છે.
સંશીપર્યામા જીવભેદને વિષે પાંચ ઉદીરણા સ્થાન હોય છે.
૧. આઠ કર્મનું ૨. સાત કર્મનું ૩. છ કર્મનું ૪. પાંચ કર્મનું ૫. બે કર્મનું. (૧) આઠ કર્મનું ઉદીરણા સ્થાન – એક થી છ ગુણસ્થાનકમાં રહેલા જીવોને આયુષ્ય કર્મના ઉદયની સાથે સતત આઠ કર્મની ઉદીરણા ચાલુ હોય છે. જ્યારે જીવ મરણ પામતો હોય ત્યારે છેલ્લી આવલિકામાં માત્ર આયુષ્ય