________________
૯૪
ર્મગ્રંથ - ૪ ૨૩૭૪૯૪૫૧૧૫૯૯૭૧૬૦૦00000000000000000 ૯૪૯૯૭૮૦૪૬૩૯૮૪૬૪00000000000000000000 ૮૩૧૨૩૦૭૯૦૫૯૮૬પ૬000000000000000000000 ૯૪૯૯૭૮૦૪૬૩૦૮૪૬૪0000000000000000000000 ૧૦૪૨૮૬૯૧૯૪૪૫૨૧૪૫૫૨૨૮૯૭૫૮૪૧૨૮000000000
આટલી સંખ્યાવાળા સરસવો શિખા સહિત પ્યાલાના થાય છે. આડત્રીશ આંક કુલ થાય છે તેને આ પ્રમાણે બોલાય છે.
એક્સો ચાર કોડાકોડિ, કોડાકોડી કોડી, અઠ્ઠાવીસ લાખ, ઓગણોસિત્તેર હજાર, એકસો ચારાણું કોડા કોડી કોડા કોડી, પિસ્તાલીસ લાખ, એકવીસ હજાર, ચારસો પંચાવન કોડાકોડી, બાવીશ લાખ, નેવ્યાસી હજાર, સાતસો. અઠ્ઠાવન હજાર કોડ.
જ્યાં જ્યાં જંબુદ્વીપ જેવડા પ્યાલા કહ્યા હોય તે પ્યાલામાં સરસવની સંખ્યા ઉપર મુજબની સમજવી.
આ રીતે પહેલો અવસ્થિત પ્યાલો શિખા સાથે સંપૂર્ણ ભરાઈ જાય ત્યાર પછી કોઈ દેવ તેને ઉપાડીને એક દ્વિીપ અને સમુદ્રને વિષે ક્રમસર એક એક દાણો નાંખતા નાંખતા જે દ્વીપ કે સમુદ્રમાં છેલ્લો દાણો નંખાય તે દ્વીપ કે સમુદ્ર જેવડો લાંબો, પહોળો, અને એક હજાર યોજન ઊંડો જગતિ અને શિખા સાથે પ્યાલો બનાવવો. આ પ્યાલાનું નામ અનવસ્થિત કહેવાય છે. આ અનવસ્થિત પ્યાલાઓથી શલાકા, પ્રતિશલાકા અને મહાશલાકા પ્યાલા, ભરવાના હોવાથી અવસ્થિત પ્યાલો જ્યાં ખાલી થાય તેનો દાણો ગણતરીમાં લેવાતો નથી.
જે અનવસ્થિત પ્યાલો બનાવ્યો તે પ્યાલો શિખા સાથે સરસવના દાણાથી સંપૂર્ણ ભરવો. તે ભર્યા બાદ જે દ્વીપ કે સમુદ્રમાં છેલ્લો દાણો પડેલો છે તેનાથી આગળના દ્વીપ અને સમુદ્રને વિષે આ પ્યાલાનો એક એક દાણો નાંખતા નાંખતા સંપૂર્ણ ખાલી કરવો જે તપ કે સમુદ્ર આગળ આ પ્યાલો ખાલી થાય ત્યારે બીજો સરસવનો એક દાણો લઈને શલાકા પ્યાલામાં નાંખવો અથવા અનવસ્થિત પ્યાલાનો છેલ્લા દાણો શલાકામાં નાંખવો અને જે દ્વીપ