________________
૧૭૪
ર્મગ્રંથ - ૪ પહેલું જઘન્ય પરિત અનંત થાય. તે જઘન્ય પરિત્ત અનંતનો રાશિ અભ્યાસ કરી ત્યારે ચોથું જઘન્ય યુકત અનંત પ્રાપ્ત થાય છે આટલા અભવ્ય જીવો જગતમાં હોય છે. || ૮૪ | ૮૪ || ૮૬ ||
જઘન્ય યુકત અનંતને ત્રણવાર વર્ગ કરવો ત્યારે જઘન્ય અનંતાનંત સાતમું થાય છે. ત્યારબાદ ત્રણ વાર વર્ગ કરવો તો પણ ઉત્કૃષ્ટ અનંતાનંત થતું નથી. તેમાં આ છ અનંતી ચીજો ભેળવી સિદ્ધનાં જીવો, નિગોદના જીવો, વનસ્પતિકાયના જીવો, અતીત - અનાગત અને વર્તમાન કાળના સમયો સઘળાં ય પુગલો તથા સઘળાં લોક-અલોકના પ્રદેશો ભેળવીને તેનો ત્રણ વાર વર્ગ કરીને કેવલજ્ઞાન તથા કેવલદર્શનના પર્યાયો ભેળવવા એ ભેળવીએ ત્યારે ઉત્કૃષ્ટ અનંતાનંતુ થાય છે. પણ વ્યવહારમાં મધ્યમ અનંતુ હોય છે. આ સૂક્ષ્માથે વિચાર શ્રીમાન પૂજ્ય દેવેન્દ્રસૂરિ મહારાજએ લખ્યો છે. | ૮૭ / ૮૮ // ૮૯ /