________________
ર્મગ્રંથ
୪
૯૬
ભરાઈ જાય ત્યારે શલાકા પ્યાલો ખાલી છે, અનવસ્થિત ભરેલો છે. હવે પ્રતિશલાકા પ્યાલાને ઊપાડીને એક એક દાણો દ્વીપ અને સમુદ્રને વિશે નાંખવો તે ખાલી થાય ત્યારે બીજો એક દાણો મહાશલાકા પ્યાલામાં નાંખવો આ રીત અનવસ્થિત, શલાકા, પ્રતિશલાકા પ્યાલા ભરી ભરીને, ખાલી કરી કરીને મહાશલાકા પ્યાલો શિખા સાથે સંપૂર્ણ ભરવો. જ્યારે સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે અનવસ્થિત અને શલાકા પ્યાલાથી પ્રતિશલાકા પ્યાલો સંપૂર્ણ ભરવો અને જ્યારે એ પણ સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે અનવસ્થિત પ્યાલા બનાવી બનાવી સરસવથી ભરી ભરીને ખાલી કરતાં સંપૂર્ણ શલાકા પ્યાલો ભરવો. જ્યારે આ ત્રણ પ્યાલા સંપૂર્ણ ભરાઈ જાય અને જે દ્વીપ કે સમુદ્ર વિષે છેલ્લો દાણો પડેલો હોય તે દ્વીપ કે સમુદ્ર જેવડો અનવસ્થિત પ્યાલો બનાવી શિખા સાથે સંપૂર્ણ સરસવથી ભરવો.
આ રીતે ચારે પ્યાલા સરસવથી ભરાઈ જાય ત્યારે તેને એક જગ્યાએ ઢગલો કરીને ખાલી કરવાં અને જેટલા દ્વીપ, સમુદ્રને વિષે દાણા નાંખ્યા તે બધાએ પાછા લઈ આવવા અને તે ઢગલામાં ઉમેરવા આ બધાની સંખ્યા ગણતરી રૂપે કરીએ તો પહેલું જધન્ય પરિત્ત અસંખ્યાતાના આંક જેટલી થાય છે. તેમાંથી એક દાણો ઓછો કરીએ ત્યારે ઉત્કૃષ્ટ સંખ્યાતુ પ્રાપ્ત થાય છે. તે ઉત્કૃષ્ટ સંખ્યામાંથી એક દાણો ન્યૂન કરીએ ત્યારે મધ્યમ સંખ્યાનો ઉત્કૃષ્ટ આંક આવે છે.
જધન્ય યુક્ત અસંખ્યાતાનું વર્ણન :
જધન્ય પરિત્ત અસંખ્યાતાને વિષે જેટલી સંખ્યા છે તેટલી સંખ્યાવાળા તેટલા તેટલા દાણાનાં ઢગલા કરવા અને તેનો પરસ્પર ગુણાકાર કરતા છેલ્લો ગુણાકારનો જે આંક આવે એટલે કે સંખ્યા આવે તે ચોથું જધન્ય યુક્ત અસંખ્યાતુ કહેવાય છે. આ રીતે ગુણાકાર કરીએ અને સંખ્યા પ્રાપ્ત તે રાશિ અભ્યાસની સંખ્યા કહેવાય છે. આ જઘન્ય યુક્ત અસંખ્યાતામાંથી એક દાણો ઓછો કરીએ ત્યારે ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતુ પ્રાપ્ત થાય છે.
જઘન્ય પરિત્ત અસંખ્યાતામાં એક દાણો અધિક કરીએ ત્યારથી મધ્યમ પરિત્ત અસંખ્યાતાની શરૂઆત થાય છે. અને ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતામાંથી