________________
૯૭
વિવેચન એક દાણો ઓછો કરીએ ત્યારે મધ્યમ પરિત્ત અસંખ્યાતાનો છેલ્લો આંક પ્રાપ્ત થાય છે.
જઘન્ય યુક્ત અસંખ્યાતાને વિષે જેટલા સરસવના દાણા છે. તેટલા દાણાની સંખ્યા જેટલા અસંખ્યાતા એક આવલિકાના સમયો થાય છે. અથવા ચોથા અસંખ્યાતાની સંખ્યા જેટલા એક આવલિકાના સમયો ગણાય છે.
જઘન્ય યુક્ત અસંખ્યાતામાં જેટલી સંખ્યા છે. તેટલી સંખ્યાવાલા તેટલા તેટલા દાણાના ઢગલા કરવા તેનો પરસ્પર ગુણાકાર કરવો અને છેલ્લે જે સંખ્યા આવે તે સાતમું જઘન્ય અસંખ્યાત અસંખ્યાતુ ગણાય છે. આ જઘન્ય અસંખ્યાત અસંખ્યાતામાંથી એક દાણો ઓછો કરે ત્યારે છઠ્ઠ ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતુ પ્રાપ્ત થાય છે. જઘન્ય યુક્ત અસંખ્યાતામાં એક દાણો અધિક કરીએ એટલે મધ્યમ યુક્ત અસંખ્યાતાની શરૂઆત થાય છે અને ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતામાંથી એક દાણો ન્યૂન કરીએ ત્યારે મધ્યમ યુક્ત અસંખ્યાતાની છેલ્લી સંખ્યા આવે છે.
જઘન્ય અસંખ્યાત અસંખ્યાતામાં જેટલા દાણા રહેલા છે તેટલા દાણાની તેટલી સંખ્યાવાળા ઢગલા કરવા અને પરસ્પર ગુણાકાર કરવો છેલ્લે જે સંખ્યા આવે તે પહેલું જઘન્ય પરિત અસંતુ કહેવાય છે.
જઘન્ય પરિત્ત અસંખ્યાતામાંથી એક દાણો ઓછો કરીએ ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતુ પ્રાપ્ત થાય છે. અને જઘન્ય અસંખ્યાત અસંખ્યાતામાં એક દાણો અધિક કરીએ ત્યારે મધ્યમ અસંખ્યાત અસંખ્યાતાની શરૂઆત થાય છે. તથા ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતામાંથી એક દાણો ઓછો કરીએ ત્યારે મધ્યમ અસંખ્યાત અસંખ્યાતાની છેલ્લી સંખ્યા આવે છે.
જઘન્ય પરિત્ત અનંતામાં જેટલી સંખ્યા રહેલી છે તેટલી સંખ્યાવાળા તેટલા ઢગલા કરવા અને તેનો પરસ્પર ગુણાકાર કરવો જે સંખ્યા આવે તે ચોથું જઘન્ય યુક્ત અનંત થાય છે. આ અનંતાની સંખ્યા જેટલા જગતમાં અભવ્ય જીવોની સંખ્યા હોય છે.
જઘન્ય યુક્ત અનંતામાં જે સંખ્યા છે, તેમાંથી એક દાણો ઓછો કરીએ ત્યારે ઉત્કૃષ્ટ પરિત્ત અનંતુ પ્રાપ્ત થાય છે. અને જઘન્ય યુક્ત અનંતામાં એક